સુરતમાં પ્રજાની જીત! સિવિલ, સ્મીમેર અને ખાનગી હોસ્પિટલોમાં Corona બેડની હવે ઓનલાઈન માહિતી મુકાશે


Updated: July 28, 2020, 10:14 PM IST
સુરતમાં પ્રજાની જીત! સિવિલ, સ્મીમેર અને ખાનગી હોસ્પિટલોમાં Corona બેડની હવે ઓનલાઈન માહિતી મુકાશે
પ્રતિકાત્મક તસવીર

અમુક લોકો બેડ નથી એવું કહીને લોકોને ભ્રમિત પણ કરતા હતા જેનાથી હવે લોકો ને સાચી માહિતી મળશે

  • Share this:
સુરત : શહેરની ખાનગી હોસ્પિટલો અને સ્મીમેર, સિવિલ જેવી સરકારી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ નથી તેવી ઊભી થતી ફરિયાદો અને કેટલાંક નગરસેવકો દ્વારા શહેરમાં સ્થિત હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધ સંખ્યા અંગેની માહિતીનું ડેશબોર્ડ શહેરીજનો માટે તૈયાર કરવાની માગણીને પગલે તંત્ર દ્વારા વેબસાઇટ અપડેટ કરવામાં આવી છે.

મનપાની વેબસાઇટ http://office.suratmunicipal.org/suratcovid19/home//covid19bedavailability પર શહેરની સ્મીમેર, સિવિલ જેવી સરકારી હોસ્પિટલો પ્રાઇવેટ હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલોમાં મનપા પોતાના ક્વોટાના બેડની સ્થિતિ અને પ્રાઇવેટ હોસ્પિટલોના પોતાના પ્રાઇવેટ ક્વોટાની સ્થિતિ અંગેની રોજેરોજની માહિતી શહેરીજનો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

એટલું જ નહીં, દરેક હોસ્પિટલોમાં ભરાયેલ અને ખાલી બેડોની સંખ્યા સિવાય, દરેક હોસ્પિટલમાં ઓક્સિજન, આઇસીયુ અને વેન્ટિલેટરની સુવિધા સાથેના કેટલા બેડ ભરાયેલ છે અને કેટલાં ઉપલબ્ધ છે? તેની માહિતી પણ ઓનલાઇન નગરજનો અને જરૂરિયાતમંદ લોકો મેળવી શકે છે.

આ પણ વાંચોહવામાન વિભાગની આગાહી, 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારા વરસાદની શકયતા

શહેરની કેટલીક ખાનગી હોસ્પિટલોમાં બેડની કોઇ જ ઉપલબ્ધતા અત્યારની તારીખે નથી. જ્યારે ઘણી હોસ્પિટલોમાં એસએમસી અને હોસ્પિટલના ક્વોટાના ઘણાં બેડો ખાલી પડેલા છે. 28 જૂલાઇના રોજ કોવિડ-19 માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની સંખ્યા 5175 છે. જે પૈકી 1690 બેડ ખાલી છે.
રોજેરોજ દરદીઓની દાખલ અને ડિસ્ચાર્જ થવાની પ્રક્રિયાના કારણે બેડની ઉપલબ્ધતાના આંકડામાં ફેરફાર થાય છે. જેથી લોકો સતત બેડની માહિતીથી અપડેટ થઇ શકે. અમુક લોકો બેડ નથી એવું કહીને લોકોને ભ્રમિત પણ કરતા હતા જેનાથી હવે લોકો ને સાચી માહિતી મળશે.
Published by: kiran mehta
First published: July 28, 2020, 10:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading