સુરત Corona અસર: લાલીયાવાડી હવે નહીં ચાલે! ક્લસ્ટર વિસ્તારમાં મનપા કડક બન્યું, નિયમનું થશે કડક પાલન


Updated: July 21, 2020, 9:47 PM IST
સુરત Corona અસર: લાલીયાવાડી હવે નહીં ચાલે! ક્લસ્ટર વિસ્તારમાં મનપા કડક બન્યું,  નિયમનું થશે કડક પાલન
પ્રતિકાત્મક તસવીર

ક્લસ્ટર જાહેર કર્યા બાદ પણ આ વિસ્તારના લોકો છૂટથી આવજા કરે છે અને વધુ પોઝીટીવ કેસો હોવા છતાં કોઈ નિયંત્રણ નથી એવી ફરિયાદોમાં વધારો

  • Share this:
સુરત મહાપાલિકા દ્વારા પૂર્વ કમિશ્નર એમ. થેન્નારાસનની સુચનાને પગલે હાલના મોટા ક્લસ્ટરને વિભાજીત કરીને માઈક્રો ક્લસ્ટર બનાવવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણગ્રસ્ત પરિવાર, તેની આસપાસના ઘરો અને જરૂર પડે તો સોસાયટીની એક ગલી કે બિલ્ડીંગના માળ પુરતા જ આ ક્લસ્ટર માર્યાદિત રહેશે.

પોઝીટીવ દર્દીના નજીકના સંપર્કમાં આવેલા અન્ય લોકો તેઓના ઘરે ક્વોરેન્ટાઇન થશે અને ક્લસ્ટરમાંથી બાકીની મોટાભાગની વસ્તીને છૂટી કરી નાના ક્લસ્ટર બનાવવાની કામગીરી હાલ પૂર્ણતાને આરે છે.

આ દરમિયાન ક્લસ્ટર ખાલી કાગળ ઉપર રહે છે, એવી ફરિયાદો બાદ, ક્લસ્ટર વિસ્તારમાં લોકોને ફરજીયાત હોમ ક્વોરેન્ટાઇન રાખવાની કડક કામગીરી પર નજર રાખવા મનપા કમિશ્નરે હવે વિજીલન્સ એન્ડ ઇન્સ્પેકશન વિભાગને કામગીરી સોંપી દીધી છે. તેઓ દ્વારા મનપાના સ્ટાફ ઉપર નજર રાખીને ક્લસ્ટરનો કડક અમલ કરાવવામાં આવે છે કે કેમ એ બાબતે ચેકિંગ રાખી રોજેરોજ રીપોર્ટ કરવાનો રહેશે.

આ પણ વાંચોBad News! હવે પીક પર આવશે Corona, ડબલ કેસ વધશે? શું છે IMA અને AIIMSની થીયરી

આજે મનપા કમિશ્નરે આ અંગે આદેશ જરી કર્યો હતો. જે મુજબ હવે શહેરના ક્લસ્ટર એરિયામાં નીમાયેલા ક્લસ્ટર કમાન્ડર, તેઓની કામગીરી યોગ્ય છે કે કેમ એની ચકાસણી વિજીલન્સ વિભાગ કરશે.

આ પણ વાંચોરાજકોટમાં શ્રાવણીયા જુગારની મૌસમ પુર બહારમાં ખીલી, 19 મહિલાઓ સહિત 41 પતા-પ્રેમીઓ ઝડપાયા વધુમાં જે પણ ક્લસ્ટર જાહેર કર્યા છે, એમાં યોગ્ય બેરીકેડીંગ કરાયું છે કે કેમ, નિયમ મુજબ માત્ર એકજ એન્ટ્રી અને એક્ઝીટ રખાયા છે કે, અન્ય કોઈ આવન જાવનના રસ્તા પણ ખુલ્લા રહી જવા પામ્યા છે? એવા વિવિધ મુદ્દે વિજીલન્સ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે.

નોંધનીય છે કે, ક્લસ્ટર જાહેર કર્યા બાદ પણ આ વિસ્તારના લોકો છૂટથી આવજા કરે છે અને વધુ પોઝીટીવ કેસો હોવા છતાં કોઈ નિયંત્રણ નથી એવી ફરિયાદો ઉઠ્યા બાદ, છેવટે કમિશ્નરે ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટનો કડક અમલ કરાવવા માટે વિજીલન્સ વિભાગને કામગીરી સોંપી છે. વિભાગ દ્વારા ચકાસણી અંગેનો રીપોર્ટ રોજેરોજ લેવાતી રીવ્યુ મીટીંગમાં રજુ કરવામાં આવશે.
Published by: kiran mehta
First published: July 21, 2020, 9:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading