સુરતમાં Corona યથાવત: 24 કલાકમાં વધુ 284 કેસ પોઝિટિવ, હવે વરાછા અને અઠવામાં સ્થિતિ ખરાબ


Updated: July 31, 2020, 8:47 PM IST
સુરતમાં Corona યથાવત: 24 કલાકમાં વધુ 284 કેસ પોઝિટિવ, હવે વરાછા અને અઠવામાં સ્થિતિ ખરાબ
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં 219 જયારે ગ્રામીણ વિસ્તારમાં 65 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 13663 પર પહોંચી છે, જયારે આજે 11 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 597 પર પહોંચ્યો

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 284 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 219 જયારે ગ્રામીણ વિસ્તારમાં 65 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 13663 પર પહોંચી છે, જયારે આજે 11 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 597 પર પહોંચ્યો છે, તેવામાં આજે 245 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 284 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 219 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 10976 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 65 કેસ સાથે દર્દી સંખ્યા 2687 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 13663પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 11 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 597 થયો છે. જેમાંથી 108 મૃત્યુ જિલ્લાના છે અને 489 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 169 જ્યારે જિલ્લામાં આજે 60 દર્દીને રજા આપતા, કુલ 229 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 9365 જેમાં ગ્રામીય વિસ્તારના 1809 દર્દી છે.

આ પણ વાંચોસુરત: બાળકોને ઠપકો આપી રહેલા પિતાને, દાદાએ ઠપકો આપતા પુત્રએ વૃદ્ધ પિતાની હત્યા કરી દીધી

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 31, વરાછા એ ઝોનમાં 37. વરાછા બી 23 રાંદેર ઝોન 20 કતારગામ ઝોનમાં 27 લીંબાયત ઝોનમાં 19, ઉધના ઝોનમાં 17 અને અથવા ઝોનમાં 45 કેસ નોંધાયા.આ પણ વાંચોહેલ્થ વર્કર્સને મળશે Corona વેક્સીનનો પહેલો ડોઝ? સરકાર કરશે અંતિમ નિર્ણય

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સક્ર્મણ પરમાણુ ઘટી રહીયુ છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહીયુ છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 14, ઓલપાડ 5, કામરેજ 10, પલસાણા 10, બારડોલી 14, મહુવા 1, માંડવી 4 અને માંગરોળમાં 7 કેસ નોંધાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: kiran mehta
First published: July 31, 2020, 8:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading