સુરત Coronaનો કહેર: એક જ મહિનામાં 6 અને બે દિવસમાં ત્રણ કર્મચારીના મોત, મનપામાં ફફડાટ ફેલાયો


Updated: July 23, 2020, 6:29 PM IST
સુરત Coronaનો કહેર: એક જ મહિનામાં 6 અને બે દિવસમાં ત્રણ કર્મચારીના મોત, મનપામાં ફફડાટ ફેલાયો
પ્રતિકાત્મક તસવીર

સૌથી ફીટ ગણાતા જયદેવ સોંલંકીનું કોરોનામાં મોત થતાં કર્મચારીઓમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે.

  • Share this:
સુરત : કોરોનાના કહેરથી કોઈ બચી શક્યું નથી અને આ કોરોનાના કહેર કર્મચારીઓ માટે જીવલેણ બની રહ્યો છે. ત્યારે સુરતમાં જુલાઈ માસમાં જ સુરત મહાનગરપાલિકાના છ કર્મચારીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. વરાછા ઝોનના સિનિયર ક્લાર્ક અને મ્યુનિ. ક્રિકેટ ટીમના સભ્ય જયદેવ સોલંકીનું કોરોનાથી મોત નીપજ્યું હતું. અત્યાર સુધીમાં મનપાના પાંચ કર્મચારીઓનો રિપોર્ટ પોઝીટીવ જ્યારે એક કર્મચારીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરત શહેર અને જીલ્લામાં પોઝીટીવ કેસનો આંક ૧૧ હજારને પાર કરી ગયો છે. અને મૃત્યુ આંક ૫૦૦ને પાર કરી ગયો છે. અને આ કોરોનાના કહેરમાં મનપાના કર્મચારીઓનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. જુલાઈ માસમાં જ સુરત મહાનગરપાલિકાના છ કર્મચારીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. છેલ્લા બે દિવસમાં જ સુરત મ્યુનિ.ના ત્રણ કર્મચારીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવતાં કર્મચારીઆમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સુરત મહાનગગરપાલિકાના વરાછા ઝોનના સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં અને ફુટબોલ અને સુરત મ્યુનિ.ની ક્રિકેટ ટીમના મહત્વના ખેલાડી એવા જયદેવ કેશવભાઈ સોંલંકીનું આજે કોરોનામાં મોત થયું છે. સુરત મ્યુનિ.ની ક્રિકેટ ટીમના સૌથી ફીટ ગણાતા જયદેવ સોલંકીને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમની સારવાર થઈ રહી હતી જ્યાં આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું. મ્યુનિ.ના આ કર્મચારીને જહાંગીરપુરા કુરૃક્ષેત્ર સ્મશાનભુમી ખાતે અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. સૌથી ફીટ ગણાતા જયદેવનુ કોરોનામાં મોત થતાં કર્મચારીઓમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોસુરત : સ્મીમેર હોસ્પિટલે 128 દર્દીને આયુર્વેદિક ટ્રીટમેન્ટથી સાજા કર્યા, જાણો - કયા ઉકાળા અને ઔષધીથી સાજા થયા દર્દી


આ પહેલાં ગઈકાલે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા જ્યોતિ સોલંકીનું પણ કોરોનાના કારણે નિધન થયું હતું. ગઈકાલે જ કોરોનાના લક્ષણ સાથે સારવાર માટે દાખલ થયેલા અશોક શુક્લનું પણ મોત થયું હતું તેમને કોવિડના લક્ષણ હોવા છતાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

આ પહેલાં સુરત મ્યુનિ.માં રિટાયર્ડ થયેલા પણ કોરનાની કામગીરીમાં માનદ સેવા માટે જોડાયેલા સુરેશ પારેખને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું તેઓનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યાર બાદ સુરત મ્યુનિ.ના રક્તપિત વિભાગમાં ફરજ બજાવતાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ગીરીશ ભાદરકા અને ત્યાર બાદ ઈલેક્શન વિભાગમા આસી. ઈજનેર તરીકે ફરજ બજાવતાં ભરત ગાંધીનું પણ કોરોનામાં મોત થયું છે. વીસેક દિવસના ટુંકા ગાળામાં જ સુરત મ્યુનિ.ના છ કર્મચારીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે તેના કારણે હવે કોરોનાની કમગીરી કરતાં કર્મચારીઓએ વધુ તકેદારી રાખવાનું શરૃ કરી દીધું છે.
Published by: kiran mehta
First published: July 23, 2020, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading