સુરત જિલ્લના માંડવીમાં દીપડાએ કર્યો બાળકીનો શિકાર, 24 કલાકમાં ચૂકવાઈ રૂ. 4 લાખની સહાય


Updated: October 16, 2020, 11:44 PM IST
સુરત જિલ્લના માંડવીમાં દીપડાએ કર્યો બાળકીનો શિકાર, 24 કલાકમાં ચૂકવાઈ રૂ. 4 લાખની સહાય
પીડિત પરિવારને ચેક આપતા અધિકારી

ગુરુવારે સાંજના સમયે આંગણમાં રમી રહેલી બાળકી પર હુમલો કરી બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

  • Share this:
કેતન પટેલ, બારડોલીઃ માંડવી (Mandavi taluka) તાલુકામાં એક વાર ફરી દીપડાનો આતંક (leopard terror) સામે આવ્યો છે. ગુરુવારે સાંજના સમયે આંગણમાં રમી રહેલી બાળકી પર હુમલો કરી બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે, દીપડાના હુમલાના (leopard attack) 24 કલાકની અંદર જ પીડિત પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે દીપડાના હુમલામાં મોત થયા બાદ મૃતકના પરિવારને ચાર લાખની સહાયની 24 કલાકમાં ચૂકવણી માંડવી તાલુકાના દક્ષિણ રેન્જના વદેશીયા ગામે ગતરોજ વન્યપ્રાણી દ્વારા મધરકુઈ (રાણીકુવા ફળિયા) ગામની રહેવાસી કુ.આરવી યોગશભાઈ ગામીત પર હુમલો કરી મોત નીપજાવ્યું હતું. જેના પરિવારને મદદ પેટે ચાર લાખ રૂપિયા અપાયા છે.બીજી તરફ વનવિભાગની ટીમ તથા લેપર્ડ એમ્બેસિટરની ટીમ સુરત દ્વારા દિપડાને પકડવા માટે જુદી જુદી ત્રણ ટીમો બનાવી દરેક ટીમમાં દસ દસ સભ્યો રાખી સવાના છ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી.

મૃતક દીકરીના પરિવારજનોને સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ચાર લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતાં. જેમાં વદેશીયાના સરપંચ તથા મૃતકના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. દીપડાને શોધવા માટે 5 ટ્રેપ કેમેરા અને બે સીસીટીવી કેમરા મુકવામાં આવ્યાં છે. સાથે 7 જગ્યાએ મારણ અને પાંજરા પણ મુકવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ કર્મીની પત્નીનો ફાંસો ખાઈ આપઘાત, નવું મકાન લેવા અંગે પતિ-પત્ની વચ્ચે હતા અબોલા

આ પણ વાંચોઃ-Navratri 2020: નવરાત્રી શરુ થયા પહેલા કરી લો આ 8 કામ, માતાજી થશે પ્રસન્ન!

ઉલ્લેખનીય છે કે સુરત જીલ્લાના માંડવી તાલુકાના મધરકુઈ ગામે મોડી સાંજે યોગેશ ભાઈ ગામીતની દીકરી આરવી ઘર બહાર પોતાના નાના ભાઈ સાથે રમી રહી હતી ત્યારે અચાનક દીપડાએ આરવી પર હુમલો કરી દીધો હતો અને આરવીને ગળા ના ભાગે થી પકડીને ખેતરમાં લઇ ગયો હતો. જોકે નાના ભાઈ એ બુમાબુમ કરતા ઘર પરિવારના લોકો દીપડા પાછળ દોડતા દીપડો આરવી ને મૂકીને ખેતરમાં ભાગી ગયો હતો ,જોકે પરિવાર આરવી સુધી પહોચે ત્યાં સુધી આરવીનું મોત થઇ ચુક્યું હતું.આ પણ વાંચોઃ-ભેંસે ભારે કરી! અમદાવાદઃ એક્ટિવા સાથે ભેંસ ભટકાઈ, મહિલા ચાલક થઈ ઈજાગ્રસ્ત, પશુપાલક સામે નોંધાવી ફરિયાદ

ઘટના ની જાણ આ વિસ્તાર ના ધારાસભ્ય આનદ ચૌધરી ને થતા આનંદ ચોધરી ઘટના સ્થળે પહોચ્યા હતા અને સમગ્ર ઘટના ને વખોડી કાઢી હતી ,સ્થાનિકો દ્વારા છેલ્લા એક સપ્તાહથી વન વિભાગ ને જાણ કરવા છતાં વન વિભાગ દ્વારા પાંજરું નહિ ગોઠવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. મામલાની જાણ થતા ધારાસભ્ય આનંદ ચૌધરી પણ ધસી આવ્યા હતા અને વન વિભાગ દ્વારા જો દીપડા ને વહેલી તકે પકડવામાં નહી આવે તો દીપડાને જાનથી મારી નાખવાની ચીમકી પણ ધારાસભ્ય એ ઉચ્ચારી હતી.ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે બાળકીનો કબજો લઇ બાળકીનાં મૃતદેહને પી.એમ માટે બોધાન પી.એચ.સી પર ખસેડ્યો હતો તેમજ દીપડાને પકડી પાડવામાં તાબડતોડ નજીકના ખેતરાડી વિસ્તારમાં પાંજરા ગોઠવવાની તેમજ ટ્રેપ કેમેરા ગોઠવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ બાળકીના પરિવારજનોને કાલ બપોર સુધીમાં વળતર ચૂકવી દેવાની પણ બાહેંધરી આપવામાં આવી હતી.
Published by: ankit patel
First published: October 16, 2020, 11:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading