સુરતમાં ફરી Corona બેકાબૂ બન્યો, બપોર સુધીમાં જ 159 કેસ, હવે ગ્રામ્ય વિસ્તારમાં Cororna ફેલાતા તંત્ર દોડતું થયું


Updated: September 5, 2020, 4:02 PM IST
સુરતમાં ફરી Corona બેકાબૂ બન્યો, બપોર સુધીમાં જ 159 કેસ, હવે ગ્રામ્ય વિસ્તારમાં Cororna ફેલાતા તંત્ર દોડતું થયું
સુરતમાં અત્યાર સુધીમાં ૮૩૩ લોકોને ભરખી ગયેલો કોરોના વાયરસે ફરી માથુ ઉચક્યું છે. કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૨૨,૧૯૨ ઉપર પહોચી ગઈ છે.

સુરતમાં અત્યાર સુધીમાં ૮૩૩ લોકોને ભરખી ગયેલો કોરોના વાયરસે ફરી માથુ ઉચક્યું છે. કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૨૨,૧૯૨ ઉપર પહોચી ગઈ છે.

  • Share this:
ૂસુરત : ઓગસ્ટ મહિનામાં માંડમાંડ કાબુમાં આવેલ જીલવેણ કોરોના સપ્ટેમ્બર મહિનાની શરુઆત સાથે ફરી બેકાબુ બન્યો છે. અને ફરી કેસની સંખ્યામાં સતત વધારો જાવા મળી રહ્ના છે તેના કારણે ફરી ઍકવાર તંત્રની ચિંતા વધી જવા પામી છે.

આજે સવારે સુરતમાં વિક્રમી ૧૫૯ કેસો સપાટી ઉપર આવ્યા છે. સુરત સીટીમાં ૭૪ અને ગ્રામ્યમાં ૮૫ કેસ નોધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૨૨,૧૯૨ ઉપર પહોચી ગઈ છે. સુરત સીટીની સાથે હવે ગ્રામ્યમાં કોરોના કેસોમાં જાણે ઝડપથી વધારો થઈ રહ્ના હોય તેમ કેટલાક દિવસોથી ગ્રામ્યમાં પણ કેસોની સંખ્યામાં સતત વધી રહ્યા છે.

સુરતમાં અત્યાર સુધીમાં ૮૩૩ લોકોને ભરખી ગયેલો કોરોના વાયરસે ફરી માથુ ઉચક્યું છે. ઓગસ્ટ મહિનામાં કાબુમાં કેસની સંખ્યામાં ઘટાડો થવાની સાથે રીકવરી રેટમાં પણ વધ્યો હતો જેના કારણે તંત્રની ચિંતા ઓછી થઈ હતી, પરંતુ ફરી ઍકવાર અચાનક કોરોના કેસમાં વધારો જાવા મળી રહ્ના છે.

આ પણ વાંચો - સુરત : રહસ્યમય રીતે ગુમ થયેલી બાળકીઓ મળી આવી, તેમનું નિવેદન સાંભળી તમારા પણ રૂવાંટા ઉભા થઈ જશે

સપ્ટેમ્બર મહિનામાં કોરોનાઍ માથુ ઉચક્યું હોય તેમ કેસમાં વધારો થયો છે. જેમાં સુરત સીટીની સાથે હવે ગ્રામ્યમાં પણ કેસ વધી રહ્ના છે. આજે સવારે સુરત સીટીમાં ૭૪ કેસ નોઁધાયા હતા, સુરત સીટીમાં કુલ પોઝિટિવલ કેસની સંખ્યા ૧૭,૨૪૯ અને મરણાંક ૬૨૫ થયો છે. જયારે ગ્રામ્યમાં આજે સવારે વિક્રમી ૮૫ કેસ સામે આવ્યા છે.
આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો ગ્રામ્યમાં વધીને પાંચ હજારની નજીક ૪,૯૪૩ થયો છે, જયારે અત્યાર સુધીમાં ૨૦૮ લોકોનો મોત થયા છે. રાજયમાં ભારે હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધતા તંત્રની ચિંતામાં વધી જવા પામી છે.
Published by: kiran mehta
First published: September 5, 2020, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading