NAAC રેટિંગ્સમાં સુરતની કોલેજે બાજી મારી, દક્ષિણ ગુજરાતમાં હાંસલ કર્યું મોખરાનું સ્થાન
News18 Gujarati Updated: September 9, 2019, 11:06 PM IST
કોલેજની તસવીર
અમરોલી કોલેજમાં ગઇ તા.6 અને 7 સપ્ટેમ્બર 2019ના રોજ નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (એન.એ.એ.સી., નાક)ની ટીમ મૂલ્યાંકન માટે આવી હતી.
પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી ઝેડ. શાહ એન્ડ એચ.પી. દેસાઇ કોમર્સ કોલેજમાં તાજેતરમાં નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (એન.એ.એ.સી.) દ્વારા હાથ ધરવામાં આવેલા ઇન્સ્પેકશન બાદ કોલેજને બી પ્લસ પ્લસ ગ્રેડ આપવામાં આવ્યો છે. જેથી તેમણે સમગ્ર દક્ષિણ ગુજરાતની (south gujarat) કોલેજોમાં (college) નામના હાંસલ કરી છે.
યીનિવર્સીટી ગ્રાન્ટ કમિશનની ગ્રાન્ટ મેળવવા માટે તમામ માન્ય કોલેજોએ NAACનું રેટિંગ લેવું જરૂરી છે જેથીજ શહેરના અમરોલી કોલેજમાં ગઇ તા.6 અને 7 સપ્ટેમ્બર 2019ના રોજ નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (એન.એ.એ.સી., નાક)ની ટીમ મૂલ્યાંકન માટે આવી હતી.
સતત ત્રીજી સાઇકલમાં અમરોલી કોલેજ દ્વારા મૂલ્યાંકન કરાવાયું હતું. નાક એક્રેડિટેશન કાઉન્સિલના મૂલ્યાંકનના અંતે જાહેર થયેલા પરીણામમાં અમરોલી કોલેજને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સર્વપ્રથમ રેન્ક મળ્યો છે. હજુ સુધી નાક રેટિંગ્સમાં સતત ત્રીજી સાઇકલ માટે કોઇ કોલેજ સજ્જ નથી ત્યારે અમરોલી કોલેજે ત્રીજા મૂલ્યાંકનમાં 2.94 સ્કોર સાથે બી પ્લસ પ્લસ ગ્રેડ મેળવ્યો છે. ડો.કે.એન. ચાવડાએ જણાવ્યું હતું કે સતત ત્રીજા નાક એસેસેમેન્ટ સાઇકલ અને સીજીપીએ પ્રમાણે ગુજરાત રાજ્યમાં અમરોલી કોલેજ ત્રીજા ક્રમે આવે છે. એ પણ સુરત સમેત દક્ષિણ ગુજરાત માટે સિદ્ધિ સમાન છે.
આ પણ વાંચોઃ-સુરતઃ સ્કેલેટલ ડિસ્પ્લેસિયા ગ્રસ્ત પ્રિન્સ ગીતાના અધ્યાયો કડકડાટ બોલે છે
શું છે નાક N.A.A.C. રેટિંગ્સ?
નાક રેટિંગ્સ એ કેન્દ્ર સરકારની એપેક્ષ બોડી દ્વારા કરવામાં આવતા મૂલ્યાંકન બાદ સર્વાંગી રીતે જે તે સંસ્થાને આપવામાં આવતું રેટિંગ્સ છે. નાક એટલે એન.એ.એ.સી., નેશનલ એક્રેડીટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ. નાક રેટિંગ્સ તમામ કોલેજો માટે ફરજિયાત છે. યુજીસીએ તો ત્યાં સુધીના સરક્યુલર જારી કર્યા છે કે નાક રેટિંગ્સ નહીં હોય તેવી કોલેજ કે યુનિવર્સિટીને ગ્રાન્ટસ નહીં ફાળવવામાં આવે.નાક રેટિંગ્સમાં કોલેજમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ, ફેકલ્ટીઝ, લાઇબ્રેરીઝ અને લેબોરેટરીઝ, કો કરીક્યુલર એક્ટિવિટીઝ, ફંડિંગથી લઇને સાફસફાઇ અભિયાન સમેતના પરીબળોનું ફિઝિકલ વેરીફીકેશન કરવામાં આવે છે અને એ પછી જે તે કોલેજને તેની ક્રેડિબિલિટી અંગેનું રેટિંગ આપવામાં આવે છે. અને તેમુજબજ ગ્રાન્ટ પણ આપવામાં આવે છે .
Published by:
ankit patel
First published:
September 9, 2019, 11:04 PM IST