સુરત: જૈન સમાજના આ ભવનમાં મેનેજરે હિસાબમાં ચેડા કરી રૂપિયા 74.16 લાખની કરી ઉચાપત


Updated: September 18, 2020, 4:09 PM IST
સુરત: જૈન સમાજના આ ભવનમાં મેનેજરે હિસાબમાં ચેડા કરી રૂપિયા 74.16 લાખની કરી ઉચાપત
અહીંયા કામ કરતા અને રૂપિયા 47,500ના પગારદાર મેનેજરે ભવનના બુકિંગ બિલમાં રીફંડની રકમમાં ચેડા કરી છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં રૂ. 74.16 લાખની ઉચાપત કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

અહીંયા કામ કરતા અને રૂપિયા 47,500ના પગારદાર મેનેજરે ભવનના બુકિંગ બિલમાં રીફંડની રકમમાં ચેડા કરી છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં રૂ. 74.16 લાખની ઉચાપત કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

  • Share this:
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલ જૈન સમાજ દ્વારા માહેશ્વરીભવન ત્યાર કરવામાં આવ્યુ હતું. જોકે લોકોને કોઈ પણ પ્રસંગ માટે આ ભવન ભાડા પર આપવામાં આવતી હતું ત્યારે અહીંયા કામ કરતા અને રૂપિયા 47,500ના પગારદાર મેનેજરે ભવનના બુકિંગ બિલમાં રીફંડની રકમમાં ચેડા કરી છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં રૂ. 74.16 લાખની ઉચાપત કરતા મામલો ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

મુળ રાજસ્થાન સીકર જીલ્લાના ધોદ તાલુકાના શાહપુરા ગામનો વતની હાલ સિટીલાઇટ ઓપેરા હાઉસમાં રહેતા ૫૩ વર્ષિય સત્યનારાયણ માંગીલા દરગડ સિટીલાઇટ રોડ સ્થિત શ્રી માહેશ્વરીભવન સમ્રાટ વિક્રમાદિત્ય માર્ગના મંત્રી તરીકે ફરજ બજાવે છે. સાથે રીંગરોડ માર્કેટમાં કાપડની દુકાન પણ ધરાવે છે. રાજસ્થાન સીકર જીલ્લાના લક્ષ્મણગઢ ગામના વતની હાલ સિટીલાઇટ રોડ માહેશ્વરીભવનના સ્ટાફ રૂમમા રહેતા મનોહરકુમાર કેશરદેવ શર્મા શ્રી માહેશ્વરીભવન સમિતી સંચાલિત માહેશ્વરીભવનના મેનેજર તરીકે નોકરી કરે છે.

આ પણ વાંચોસુરત: માસાએ 17 વર્ષની ભાણીને પ્રેમ સંબંધ બાંધવા કર્યું દબાણ, સાળીએ બનેવીને કર્યો જેલ ભેગો

શુભ-અશુભ પ્રસંગે ભાડે આપવામાં આવતા માહેશ્વરીભવનના બુકિંગની રકમ સામે રીફંડ આપવામાં આવે છે. આ રીફંડની રકમમાં મેનેજર મનોહરકુમાર શર્માએ ચેડા કર્યા હતા. બુકિંગની સામે જે રીફંડ આપવામાં આવતું હતું તેમાં મોટી રકમની એન્ટ્રી કરી તે બિલની કોમ્પ્યુટર પર એન્ટ્રી કરતો હતો. આમ બિલમાં ચેડા કરી રીફંડની રકમ મોટી બતાવી તે રકમ પોતાના પત્ની બબીતા અને અન્ય સબંધીઓના નામે ચેક અથવા આરટીજીએસથી ટ્રાન્સફર કરી બારોબાર ઉપાડી લેતો હતો.

આમ આ રીતે મેનેજર મનોહરકુમાર શર્માએ રૂ. ૭૪. ૧૬ લાખની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું.આ અંગે તપાસ કરતા મનોહરકુમાર ચોરી સામે આવતા શ્રી માહેશ્વરીભવન સમિતીના ટ્રસ્ટીઓ હિસાબ માંગતા મનોહરકુમારે કોઇ જવાબ આપ્યો ન હતો. મનોહરકુમારે એિ­લ ૨૦૧૬ થી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં તમામ ખેલ પાડયો હતો.જેથી સત્યનારાયણે ઉમરા પોલીસ મથકમાં મનોહરકુમાર વિરૂધ ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: September 18, 2020, 4:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading