સુરત : સગાઈ નક્કી ન થતા યુવતીના બિભત્સ ફોટોગ્રાફ બનાવી ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા, લંપટ ઝડપાયો


Updated: October 31, 2020, 1:20 PM IST
સુરત : સગાઈ નક્કી ન થતા યુવતીના બિભત્સ ફોટોગ્રાફ બનાવી ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા, લંપટ ઝડપાયો
સાયબર ક્રાઇમે ઝડપી પાડેલો આરોપી

રાંદેરની યુવતીને બદનામ કરનાર આણંદનો એંજિનિયર યુવક ઝડપાયો, રાજે 2 ફેક એકાઉન્ટ બનાવી યુવતીને બહેનને બિભત્સ મેસેજ કર્યો હોવાનો આરોપ

  • Share this:
સોશિયલ મીડિયા યુઝ કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને રાંદેર વિસ્તારની યુવતીના ઇન્સ્ટાગ્રામ પર બે ફેક એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કર્યા હતા. જેથી યુવતીએ આ મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી બિભત્સ મેસેજ કરનાર આણંદના એન્જીનીયર યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ધરાવતા હોવ તો તમારે ચેતવાની જરૂર છે. કારણ કે સુરતમાં બનેલો કિસ્સો જાણી તમે ચોંકી ઉઠશો...સુરતના રાંદેર રોડની યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કરનાર આણંદના એન્જીનીયર યુવાનની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.યુવતી સાથે સગાઈ નહીં થતા અને તેણે વાતચીત બંધ કરી દેતા એકતરફી પ્રેમમાં પાગલ યુવાને કારસ્તાન કર્યું હતું.

આ પણ વાંચો :  વડોદરા : #BoycottFranceનાં પોસ્ટરો લાગતા માહોલ ગરમાયો, રસ્તા પર મેંક્રોના ચિત્રથી ખળભળાટ

સુરતના રાંદેર રોડ વિસ્તારની યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બાદમાં તેની બહેનને બિભત્સ મેસેજ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં એક યુવાનના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં યુવતી અને તેની જેની સાથે લગ્ન માટે વાત ચાલતી હતી તેનો એડીટ કરેલો ફોટો પણ મુકાયો હતો. આ બધું જેની સાથે લગ્ન માટે વાત ચાલતી હતી તે યુવાનની સૂચનાથી કર્યું હોવાનો મેસેજ પણ યુવતીની બહેનને કરવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરતા તેનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરાયું હતું.

છેવટે 8 દિવસ અગાઉ યુવતીએ સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે ડીજીટલ માર્કેટીંગનું કામ કરતા રાજ રમેશભાઈ લોઢીયાની ધરપકડ કરી હતી.આ પણ વાંચો :  સુરત : 'સોરી મેડમ! સુરજ સરને પૈસે દીયે હે, વરના લડકી કી ન્યૂડ ફોટો ડાલને મેં મુજે ભી શર્મ આતી હે'

પોલીસે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયર રાજની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ ઉપર તેનો સુરતની યુવતી સાથે પરિચય થયો હતો અને બાદમાં તેઓ એક જ સમાજના હોય અને એકબીજાને પસંદ કરતા હોય પરિવારજનો સાથે વાત કરી સગાઈ માટેની વાત પણ થઈ હતી. પરંતુ કોઈક કારણોસર સગાઈ ન થતા યુવતીએ વાતચીત બંધ કરી દીધી હતી. આથી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ રાજે યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કર્યા હતા.
Published by: Jay Mishra
First published: October 31, 2020, 1:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading