સુરત : વરાછામાં રોમિયોનો આતંક! સગી બહેનોની જાહેરમાં છેડતી કરી, કપડાં ફાડવાની કોશિશ


Updated: February 26, 2021, 11:57 AM IST
સુરત : વરાછામાં રોમિયોનો આતંક! સગી બહેનોની જાહેરમાં છેડતી કરી, કપડાં ફાડવાની કોશિશ
મામલો વરાછા પોલીસ મથકમાં પહોંચ્યો

વિશાલ નામના યુવકે  ગંદા ઇશારા કરી અને તમાચો માર્યા બાદ ચંપલથી યુવતીને માર મારવા સાથે ગાળાગાળી કરી તેના કપડા ફાડવાની પણ કોશિષ કરી

  • Share this:
સુરત શહેરમાં (Surat) સતત  મહિલાઓની છેડતીની (Eve Teasing) ઘટના સામે આવે છે ત્યારે વરાછા વિસ્તારમાં  બે બહેનોની જાહેરમાં છેડતી કરાઈ હતી. બંને બહેનોએ વિરોધ કરતા બદમાશે એક બહેનને ચંપલથી માર માર્યો હતો  અને મારી નાખવાની ધમકી પણ આપી હતી જોકે સમગ્ર મામલો પોલીસ મથકે પોલીસે ગુનો નોંધી રોડ રોમિયોની (Romeo arrested) ધરપકડ કરી હતી. સુરતમાં સતત મહિલાઓ પર અત્યાચારની ઘટના સામે આવી રહી છે. જેમાં પણ દુષ્કર્મ અને મહિલા સાથે શારીરિક છેડછાડની ઘટના સતત પોલીસ ચોપડે નોંધાઈ રહી છે, ત્યારે ગતરોજ સુરતના વરાછા પોલીસ (Varachha Police station) મથકમાં પણ એક ફરિયાદ નોંધાયેલી છે.

સુરતના વરાછા ખાતે આવેલી  વર્ષા સોસાયટીમાં રહેતી અને બે બહેનના ઘર નજીક  લુમ્સના કારખાનામાં મજૂરીકામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી તે પોતાના કામે જતી હતી ત્યારે ત્યારે કારખાનાની બહાર બાઈક સ્ટેન્ડ પર ચઢાવી બેસેલા વિશાલ જેઠવા તથા વિરભદ્ર વાળા બંને બહેનોની છેડતી  કરતા રહેતા હતા.

આ પણ વાંચો : રાજકોટ : નવદંપતિને લગ્ન બાદ સ્મશાને આપ્યો ઉતારો, ભાંગી નાખ્યો અંધશ્રદ્ધાનો ભારો, અનોખો પ્રયાસ

રસ્તામાં બે જણાએ તેમને ગંદા ઇશારા કર્યા હતા પરંતુ તે સમયે કોઈએ ધ્યાન આપ્યું ન હતું પણ દરોજની હેરાન ગતિને લઈને બે બહેન માંથી એકે બહેને આ રોડ રોમિયોનો વિરોધ કરતા કરવાનું નક્કી કર્યું હતું. જોકે ગતરોજ આ રોમિયોએ ઈશારા કરતા એક બહેને વિરોધ કરી તેમનો સામનો કર્યો હતો.

વિશાલ નામના યુવકે  ગંદા ઇશારા કરી અને તમાચો માર્યા બાદ ચંપલથી યુવતીને માર મારવા સાથે ગાળાગાળી કરી તેના કપડા ફાડવાની પણ કોશિષ કરી હતી સાથે બહેનોએ ઠપકો આપતા બંનેએ રોડ રોમિયો એ મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો :  સુરત : ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત આતંરાજ્ય ગેંગના ચોર ઝડપી પાડ્યા, 'પોપટ'ની જેમ 15 ગુના કબૂલ્યાજોકે લોકોનું ટોળું એકત્ર થતા બંને ઈસમો ભાગી છૂટ્યાં હતા જેને લઈને આ બંનેવ બહેન દ્વારા વરાછા પોલીસ મથકે રોડ રોમિયો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે આ બંનેવ રોડ રોમિયોની ધરપકડ કરી તેના વવિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
Published by: Jay Mishra
First published: February 26, 2021, 11:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading