સુરત : કોરોના મહામારી વચ્ચે મનપાએ નવરાત્રીના આયોજન માટે ટેન્ડર બહાર પાડતા વિવાદ


Updated: September 17, 2020, 2:36 PM IST
સુરત : કોરોના મહામારી વચ્ચે મનપાએ નવરાત્રીના આયોજન માટે ટેન્ડર બહાર પાડતા વિવાદ
સુરત ઇન્ડોર સ્ટેડિય.

નવરાત્રીને લઈને હજુ અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે સુરત મનપાએ ઇન્ડોર સ્ટેડિયમને નવરાત્રી માટે ભાડે આપવા ટેન્ડર બહાર પાડતા વિવાદ.

  • Share this:
સુરત: કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે લોકો એકત્ર થવાથી કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે. જે બાદ આ વર્ષે નવરાત્રી (Navratri 2020)નું આયોજન કરવું કે નહીં તે મામલે સરકાર હાલ વિચારણા કરી રહી છે. બીજી તરફ નવરાત્રીનું આયોજન કરતા અનેક લોકોએ સ્વેચ્છાએ આયોજન નહીં કરવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નવરાત્રીના આયોજન માટે ઇન્ડોર સ્ટેડિયમને ભાડે આપવા માટે ટેન્ડર બહાર પાડતા વિવાદ ઊભો થયો છે.

કોરોના મહામારી ગુજરાતમાં જે રીતે સતત પ્રસરી રહી છે તેનાથી આ વર્ષે નવરાત્રી થશે કે નહીં તે મુદ્દે અસમંજસની સ્થિતિ છે. આ સમયે સુરત મનપા દ્વારા સુરતમાં આવેલા ઇન્દોર સ્ટેડિયમને નવરાત્રી માટે ભાડે આપવાની જાહેરાત કરી ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરતાં વિવાદ સર્જાયો છે. સુરત શહેરમાં એક તરફ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સુરત મનપા તરફથી આવી કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો: વાદી વસાહતમાં છેલ્લા 15 વર્ષથી મોદીનું મંદિર, બાળકો અહીં દર્શન કરીને જ જાય છે સ્કૂલ

આ મામલે તંત્રએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ આખી પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવાને લઇને કાર્યવાહી શરૂ કરી હતી. જો સરકાર મંજૂરી આપે તો અંતિમ ઘડીએ કોઈ દોડાદોડી ન થાય તે માટે અમે અત્યારથી જ પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે, મનપાના આવા નિર્ણયને પગલે વિવાદનો મધપૂડો છેડાયો છે. આ મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રગટ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અને મેયર તરફથી આ ટેન્ડરિંગની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: કોરોના દર્દીને માર મારવા અંગે તંત્રનું નિવેદન, 'માર માર્યો છે કે નહીં તે વાત બાજુ પર મૂકો'

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. બુધવારે શહેરમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 25 હજારને પાર થઈ ગઈ હતી. ગુરુવારે જિલ્લામાં વધુ 262 દર્દીનો રિપોર્ટ પોઝિ

ટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 155 જયારે ગ્રામીણ વિસ્તારમાં 107 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 25,135 પર પહોંચી છે. આ સાથે કુલ મૃત્યાંક 879 પર પહોંચ્યો છે.લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે. જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 19,057 જયારે ગ્રામ્ય વિસ્તાર પોઝિટિવ દર્દીની સંખ્યા 6,078 પર પહોંચી છે. કોરોનાના કહેર વચ્ચે શહેરમાં 21,806 દર્દી અને ગ્રામ્ય વિસ્તારમાં 4,901 દર્દી સાજા થયા છે.
Published by: Vinod Zankhaliya
First published: September 17, 2020, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading