સુરત Corona અપડેટ : 24 કલાકમાં 277 પોઝિટિવ કેસ, 4ના મોત, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ?


Updated: September 5, 2020, 8:44 PM IST
સુરત Corona અપડેટ : 24 કલાકમાં 277 પોઝિટિવ કેસ, 4ના મોત, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ?
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં 185 જયારે ગ્રામીણ વિસ્તારમાં 92 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 22310 પર પહોંચી છે, જયારે આજે 4 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 837 પર પહોંચ્યો છે

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 277 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 185 જયારે ગ્રામીણ વિસ્તારમાં 92 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 22310 પર પહોંચી છે, જયારે આજે 4 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 837 પર પહોંચ્યો છે, તેવામાં આજે 396 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 277 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 185 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 17360 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 92 કેસ સાથે દર્દી સંખ્યા 4950 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 22310 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 4 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 837 થયો છે. જેમાંથી 210 મૃત્યુ જિલ્લાના છે અને 627 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 332 જ્યારે જિલ્લામાં આજે 64 દર્દીને રજા આપતા, કુલ 396 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 19003જેમાં ગ્રામીય વિસ્તારના 4066 દર્દી છે

ક્યા વિસ્તારમાં કેટલા કેસ? - આજે સેન્ટ્રલ ઝોન 17, વરાછા એ ઝોનમાં 10, વરાછા બી 2 08, રાંદેર ઝોન 34, કતારગામ ઝોનમાં 21, લીબાયત ઝોનમાં 12, ઉધના ઝોનમાં 20 અને અથવા ઝોનમાં 63 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યુ છે. ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જિલ્લામાં ક્યાં કેટલા કેસજિલ્લામાં ચોર્યાસી 20, ઓલપાડ 13, કામરેજ 13, પલસાણા 8, બારડોલી 14, મહુવા 8, માંડવી 6, અને માંગરોળ 10, અને ઉમરપાડા 0 કેસ નોંધાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: kiran mehta
First published: September 5, 2020, 8:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading