સુરત : પુણામાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્રએ જ કરી હતી મિત્રની હત્યા, કારણ જાણીને નવાઈ લાગશે


Updated: September 16, 2020, 9:29 PM IST
સુરત : પુણામાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્રએ જ કરી હતી મિત્રની હત્યા, કારણ જાણીને નવાઈ લાગશે
સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં ખેલાયો હતો ખૂની ખેલ

સુરતમાં ત્રણ દિવસમાં પાંચ હત્યાની ઘટના, પુણામાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલતી સુરત શહેર પોલીસ, નજીવી બાબતે થઈ હતી હત્યા

  • Share this:
સુરત :  સુરત શહેર (Surat) આમ તો ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે પણ સતત બની રહેલા ગુનાને કારણે આ શહેર હવે ક્રાઇમ સીટી (Surat crime) બની રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. કારણ  કે, અહિંયા હત્યાની (Murder in surat) ઘટના વધતી જોવા મળી રહી છે. બે દિવસમા શહેરમાં પાંચ  જેટલી હત્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે ત્યારે બે દિવસ પહેલા પુણા વિતરમાં થયેલી હત્યામાં પોલીસે હત્યાના (Surat puna murder case) આરોપી અને મૃતકના મિત્રની ધરપકડ કરી હત્યાનો ભેદ  ઉકેલી નાખ્યો છે.

બનાવની વિગત એવી છે કે શહેરના સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડોદરા રોડ પર સારોલી પાસે આવેલ   ન્યુ સારોલી નગરીમાં રહેતો હિતેશ ગણેશસિંગ રાજપુત ખાનગી કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતો હતો. જોકે હિતેશતેના  મિત્ર  આકાશસિંગ, રંજનસિંગ ઠાકુર બે હજાર રૂપિયા આપ્યા હતા. મિત્રએ મિત્રને ઉછીના રૂપિયા આપ્યા હતા.


જોકે મિત્રતમાં રૂપિયા ઉછીના આપવાનો વહેવાર હતો. જોકે આકાશે રૂપિયા લીધા બાદ હિતેશને રુપિયા ન આપતા માત્ર વાદો આપતો હતો જેને લઈને બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. જોકે અન્ય મિત્રએ વચ્ચે વચ્ચે પડીને સમાધાન કરાવ્યા બાદ રાત્રે ફરી બંને મિત્રો એકત્ર થયા હતા. જોકે આ સમયે પણ હિતેશે આકાશ ને રૂપિયા આપવાનું કહેતા આકાશે હિતેશને કહ્યું હતું કે તુએ મારી પાસેથી રૂપિયા લીધા હતા તે ક્યારે આપ્યા હતા તે યાદ છે પોતાના રૂપિયા માટે આટલી ઉતાવળ કેમ કરે છે જેને લઇને ફરી આ બંનેવ મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો અને જોત જોતામાં આ ઝગડામાં મારામારી માં પરિવર્તિત થઈ ગયો હતો.

આ પણ વાંચો :   ભાવનગર : નિવૃત DYSPના પૂત્રએ પત્ની-દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા ખળભળાટ

આકાશે હિતેશને ત્યારે એક મુક્કો મારતા હિતેશ ત્યાં ઢળી પડ્યો હતો. જોકે અન્ય મિત્ર આકાશને લઈએં ત્યાંથી ચાલ્યા ગયા હતા. જોકે, હિતેશનું ઘટના સ્થળ પર કરૂણ મોત થયું હતું. જોકે ઘટનાની જાણકારી મળતા પુણા પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યાપર પહોંચીને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ કરતા આરોપી આકાશ વિશે જાણકારી મળતા પોલીસે મરનારના મિત્રને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા યુવાને કરેલ ગુનાની કબૂલાત કરી હતી આમ પોલીસે આકાશની હત્યાના ગુનામાં ધરપકડ કરી તેના વિરુદ્ધકાયદેસરની કાર્યવાહી કરી છે.આ પણ વાંચો :   સુરત : 24 કલાકમાં વધુ 262 દર્દી Coronaના પોઝિટિવ, વધુ 4નાં મોત, કુલ કેસની સંખ્યા 25,000ને પાર

આમ છેલ્લા ત્રણ દિવસના ટૂંકા ગાળામાં સુરત શહેરમાં પાંચ મર્ડર થતા શહેરના પોલીસ વિભાગને પરસેવો પાડવો પડ્યો છે. સુરતની ગુનાહિત શહેરની છાપ ભૂંસવા માટે નવા પોલીસ કમિશનર અજય તમોરે ખોંખારો ખાઈને કહ્યુું હતું કે શહેરમાં ગુનાહિત કામો ચલાવી નહીં લેવાય જોકે, હજુ પણ સુરત શહેરની સ્થિતિ જેસે થી જેવી જ છે.
Published by: Jay Mishra
First published: September 16, 2020, 9:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading