સુરત: બેભાન અને ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી કૉલેજીયન યુવતીના કેસમાં મોટો ખુલાસો


Updated: December 11, 2020, 3:59 PM IST
સુરત: બેભાન અને ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી કૉલેજીયન યુવતીના કેસમાં મોટો ખુલાસો
યુવતી ગોકુલધામ એપાર્ટમેન્ટ ખાતેથી મળી આવી હતી.

18 વર્ષની કૉલેજીયન યુવતી મંગળવારે સવારે 11 વાગ્યે ઘરેથી 10 હજાર રૂપિયા લઇને વેસુ ખાતે આવેલી અગ્રવાલ કૉલેજમાં ફોર્મ ભરવા જવાનું કહીને નીકળી હતી, બુધવારે રાત્રે બેભાન હાલતમાં મળી હતી.

  • Share this:
સુરત: શહેરમાં બેભાન અને ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી 18 વર્ષની કૉલેજીયન યુવતી (Surat College Girl)ના કેસમાં મોટો ખુલાસો થયો છે. યુવતી જ્યારે મળી આવી હતી ત્યારે તેના ગુપ્ત, થાપાના, પીઠ અને આંખના ભાગે ગંભીર ઇજા થઇ હતી તેમજ તેણી બેભાન હાલતમાં હતી. યુવતી ઘરેથી કૉલેજ (College) જવાનું કહીને નીકળી હતી અને પરત ફરી ન હતી. જે બાદમાં તે પાર્લે પોઈન્ટ નજીક એક એપાર્ટમેન્ટ ખાતેથી બેભાન હાલતમાં મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં યુવતીએ દાવો કર્યો છે કે તેણી પરિવાર (Family)થી કંટાળી હોવાથી આપઘાત કરવા માટે ઘરેથી નીકળી હતી.

મળતી માહિતી પ્રમાણે ગોડાદરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરપ્રાંતીય પરિવારની 18 વર્ષની કૉલેજીયન યુવતી મંગળવારે સવારે 11 વાગ્યે ઘરેથી 10 હજાર રૂપિયા લઇને વેસુ ખાતે આવેલી અગ્રવાલ કૉલેજમાં ફોર્મ ભરવા જવાનું કહીને નીકળી હતી. જે બાદમાં તે રહસ્યમય સંજાગોમાં ગુમ થઇ ગઇ હતી. પિતા જ્યારે ફોન કરતા હતા ત્યારે ફોન બંધ આવતી હતો અને ક્યારેક યુવતી ફોન ઉપાડતી ન હતી.આ દરમિયાન બુધવારે રાત્રિના 10 વાગ્યાના સુમારે આ યુવતી પાર્લે પોઇન્ટ ઍચડીઍફસી બેંક નજીક આવેલા ગોકુલધામ ઍપાર્ટમેન્ટના કેમ્પસના પાછળના ભાગેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. યુવતીને ગુપ્ત, થાપાના, પીઠ અને આંખના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તે બેભાન હાલતમાં હતી. આજુબાજુના રહીશોએ યુવતીને જોતા ઉમરા પોલીસને જાણ કરી હતી. રહસ્યમય ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. સતત તપાસના અંતે એવું ફલિત થયું હતું કે ગૃહ કંકાસથી ત્રસ્ત યુવતીએ જાતે જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

એવી માહિતી મળી છે કે યુવતી નેટવર્કિંગ બિઝનેસ કરવા માગતી હતી. જ્યારે તેના પરિવારજનો તેને અભ્યાસ કરાવવા માગતા હતા. યુવતીને ઘરમાં મુક્ત વાતાવરણ મળતું ન હતું. આ મુદ્દે રોજના ઝઘડાના કારણે ત્રસ્ત થઇ ગયેલી યુવતીએ જાતે જ મોતનો માર્ગ અખત્યાર કર્યો હતો. યુવતી મંગળવારે વેસુમાં આવેલી અગ્રવાલ કૉલેજમાં ફોર્મ ભરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ આપઘાત કરવા માટે સીધી ડુમસ પહોંચી હતી. ડુમસના દરિયામાં કીચડ હોવાથી ત્યા આપઘાત કરવાનું માંડી વાળી ત્યાંથી વાનમાં બેસી સીધી ઉભરાટ ગઈ હતી. અહીં લોકોની ભીડ હોવાથી આપઘાત કરવો શક્ય ન લાગતા પરત સુરત આવી હતી અને અંબાજી માતાના મંદિર પાસે આવેલા મેડીકલ સ્ટોરમાંથી ઉંદર મારવાની દવા લઈ ગટગટાવી લીધી હતી.

જોકે, દવા પીવાથી તેને ઉલટી થઈ ગઈ હતી, આ કારણે દવાની અસર થઈ ન હતી. મોતના મુખમાંથી આ રીતે બચી જનારી યુવતીએ જાણે કે મરવાનું નક્કી જ કરી રાખ્યું હોય તેમ મરવા માટેની જગ્યા શોધવા લાગી હતી. આ માટે તે વોચમેન વગરના એપાર્ટમેન્ટ શોધી રહી હતી. આ દરમિયાન પાર્લે પોઇન્ટ સ્થિત ગોકુલધામ ઍપાર્ટમેન્ટ વોચમેન વગરનો મળી જતા તેણે આ ઍપાર્ટમેન્ટના ટેરેસ પર પહોંચીને પહેલા પોતાનો મોબાઇલ તોડી નાખ્યો હતો.

જે બાદમાં ધાબા ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. જાકે, ઉપરથી પડવા છતાં યુવતીનો બચાવ થયો હતો. જોકે, આ દરમિયાન યુવતીને ગુપ્ત ભાગે કેવી રીતે ઈજા પહોંચી તે સવાલ પોલીસ માટે કોયડા સમાન બન્યો છે. યુવતીને ગુપ્ત ભાગે પાંચ ટાંકા પણ લેવા પડ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: December 11, 2020, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading