સુરત: કોરોનામાં પાંચ મહિનાથી બેકાર બનેલા પાલિકાના કોન્ટ્રાક્ટ કર્મચારીએ કર્યો આપઘાત


Updated: September 11, 2020, 6:19 PM IST
સુરત: કોરોનામાં પાંચ મહિનાથી બેકાર બનેલા પાલિકાના કોન્ટ્રાક્ટ કર્મચારીએ કર્યો આપઘાત
આપઘાત કરી લેનાર યુવક.

મનિષ નામના યુવકને કોરોના મહામારી દરમિયાન નોકરી પરથી છૂટો કરી દેવામાં આવ્યો હતો.

  • Share this:
સુરત: કોરોનાની મહામારી (Corona Pandemic) વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી બેકાર પાલિકાના કોન્ટ્રાક્ટ (SMC Contract Employee) યુવાન કર્મચારીએ હાથ ખર્ચના રૂપિયા માતાપિતા (Parents) પાસે માંગ્યા હતા. જોકે, પરિવારે આપવાની ના પાડી દેતા યુવકે આપઘાત કરી લીધો છે. ગતરોજ ઘરેથી નીકળી ગયા બાદ યુવક ઘરે પરત નહીં ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેના ચંપલ અને ગાડી  ONGC બ્રિજ પરથી મળી આવ્યા હતા. બીજી તરફ સ્થાનિકોએ જાણકારી આપી હતી કે ONGC બ્રિજ પરથી એક યુવાને છલાંગ મારીને મોતને વહાલું કર્યું છે. જે બાદમાં ફાયરની મદદથી યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અંતે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતક યુવક સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતો હતો અને પાલિકાના કોન્ટ્રાકટ કર્મચારી તરીકે કામ કરતો હતો. યુવાને દોઢ વર્ષ સુધી પાલિકામાં દવા છંટકાવની કામગીરી કરી હતી. મનિષ નામના યુવકને કોરોના મહામારી દરમિયાન નોકરી પરથી છૂટો કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે જે જગ્યાએ નાનું મોટું કામ મળે તે કરીને હાથ ખર્ચના પૈસા કમાતો હતો.

આ પણ વાંચો: આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

મનિષની માતા ઘર કામ કરે છે, જ્યારે પિતા લગ્ન પ્રસંગોમાં મજૂરી કામ કરે છે. મનિષ પરિવારનો એકનો એક દીકરો હતો. ગતરોજ તેણે માતાપિતા પાસે પોતાના ખર્ચ માટે રૂપિયા માંગ્યા હતા. જોકે, માતાપિતાએ રૂપિયા માટે ના પાડી દીધી હતી. આ વાતનું લાગી આવતા મનિષ ઘરેથી નીકળી ગયો હતો. દીકરો મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. ઘરેથી નીકળ્યા બાદ મનિષે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: યુવતીએ સગાઈ તોડી નાખતા ગુસ્સે ભરાયેલા યુવકે તેના ઘરે પહોંચીને ગાળો ભાંડી

આ અંગેની જાણકારી મળ્યા બાદ ફાયર વિભાગે શોધખોળ આદરી હતી. આ દરમિયાન મગદલ્લા અને ભાટપોર ગામ વચ્ચેના નદી કિનારે એક મૃતદેહ તણાઈ આવ્યો હોવાની જાણ બાદ ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપરત કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મૃતદેહ ગુમ યુવાન મનિષનો લાગી આવતા તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. પરિવારે મનિષને લાશ ઓળખી કાઢી હતી.

કોરોના કેસને લઈને સમીક્ષા કરવા ખુદ મનપા કમિશનર નીકળ્યા

સુરતમાં ફરી એક વખત કોરોનાના કેસોનું પ્રમાણ વધતાં તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. સુરતના અઠવા ઝોન વિસ્તારમાં પ્રતિ દિવસ 50થી પણ વધારે કેસ નોંધાઇ રહ્યા છે. આ ઝોનમાં ભટાર, અલથાન, જૂના અને નવા બમરોલીના સંપૂર્ણ વિસ્તારોમાં 50 ટકા કેસનું પ્રમાણ વધ્યું છે. આજ રોજ આ વિસ્તારોનું નિરીક્ષણ કરવા પાલિકા કમિશનર બંછાનિધી પાણી ખુદ ગયા હતા.
Published by: Vinod Zankhaliya
First published: September 11, 2020, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading