ફિલ્મી સીન જેવી સુરતની ઘટના! લિંબાયતમાં પોલીસ કેસ પાછો ખેંચવાનું કહીને બે મિત્રો ઉપર તલવારથી કર્યો જીવલેણ હુમલો


Updated: September 5, 2020, 5:14 PM IST
ફિલ્મી સીન જેવી સુરતની ઘટના! લિંબાયતમાં પોલીસ કેસ પાછો ખેંચવાનું કહીને બે મિત્રો ઉપર તલવારથી કર્યો જીવલેણ હુમલો
પ્રતિકાત્મક તસવીર

આરોપીઓએ બીલાલના મિત્ર ફારુક ગ્યાસુદીન શેખને પણ ખભાના ભાગે તલવારના ઘા મારી લોહીલુહાણ કર્યો હતો.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસના (coronavirus) સમયમાં સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો હોય તેમ ક્રાઈમની (crime) ઘટનાઓ રાજેરોજ બનતી રહે છે. આ પૈકી કેટલીક ફિલ્મી સીન જેવી ઘટનાઓ પણ બનતી રહે છે. આવી જ એક ઘટના સુરતના (surat) લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં બની હતી. લિંબાયત મીઠીખાડી (limbayat mithikhadi) વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે રાત્રે આઠેક વાગ્યે યુવક અને તેના મિત્રને પોલીસ કેસ (police case) પાછો ખેચી લેવાનું કહી પાંચ જણાએ તલવારથી (attack with Sword) જીલવેણ હુમલો કર્યો હતો.

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી મીઠીખાડી બેઠીકોલોની તીસનલ પાસે રહેતા અને ડ્રાઈવીંગનું કામ કરતા બીલાલ ઉર્ફે સલમાન અસ્લમ શાહએ બે દિવસ પહેલા તેના માતા પિતા સાથે ઝઘડો કરતા સોહેલ ઉર્ફે ગુંડે, ફીરોજ ઉર્ફે જાડીયો અને સલમાન સામે પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

આ પણ વાંચોઃ-રસપ્રદ પ્રેમ કહાની! પતિના મોત બાદ દિયર સાથે થયો પ્રેમ, દિયર-ભાભીએ પોલીસ સ્ટેશનમાં કર્યા લગ્ન

જેની અદાવત રાખી શાહરૂખ દરોગા, સોલેહ ગુંડે, ફીરોજ, રાજુ કાલીયો અને સલમાને ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે બીલાને પોલીસે કેસ પાછો ખેચી લેવાનુ કહી ઝઘડો કરી તલવાર અને હોકીથી માથા, બંને હાથ પગ,પગના ઘુંટણનાભાગે ઘા માર્યા હતા.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! લાંચના પૈસા પરત માંગ્યા તો પ્રધાને યુવકને બાંધીને માર્યો, દૂધપીતી બાળકી સાથે આજીજી કરતી રહી પત્ની

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ઘરમાંથી ગાયબ હતા લાખ્ખો રૂપિયાના દાગીના, પતિએ પત્ની વિરુદ્ધ જ નોંધાવી ફરિયાદઆરોપીઓએ બીલાલના મિત્ર ફારુક ગ્યાસુદીન શેખને પણ ખભાના ભાગે તલવારના ઘા મારી લોહીલુહાણ કર્યો હતો. બનાવ અંગે પોલીસે બીલાલની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા લોનની બાકીની રકમ લેવા ગયેલા યુવકો ઉપર પણ લોનલેનારે હુમલો કર્યો હતો. આને ફિલ્મી સ્ટાઈલમાં એક્ટિવા ઉપર હાથમાં લાકડી લઈને પીછો કરી દોડાવ્યાની પણ ઘટના બની હતી.
Published by: ankit patel
First published: September 5, 2020, 5:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading