સુરત : 'તુ આ લોકો સાથે કેમ ફરે છે', મોંઢા પર પથ્થર મારી યુવકનો દાંત તોડી નાંખી, ઢોર મારમાર્યો
Updated: November 25, 2020, 6:54 PM IST
પ્રતિકાત્મક તસવીર
આ લોકો સાથે તું કેમ ફરે છે હોવાનુ કહી હાથ પગમાં લોખંડના સળિયા મારી મોઢા ઉપર પથ્થર મારી દાત તોડી નાંખ્યા હતા.
સુરત : પુણાગામ રેશ્મા રો-હાઉસ પાસે આવેલ ઍસઍમસી શૌચાલય પાસે રીક્ષા ચાલક યુવકને તેના મિત્રો મળવા માટે આવતા ત્યાં પડયા પાથર્યા રહેતા યુવકે આ લોકો સાથે તું કેમ ફરે છે હોવાનુ કહી હાથ પગમાં લોખંડના સળિયા મારી મોઢા ઉપર પથ્થર મારી દાત તોડી નાંખ્યા હતા.
સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે ત્યારે સુરતમાં ગુનેગારોને તો પોલીસની બીક રહી જ નથી, ત્યારે હવે સન્માન્ય બાબતે પણ લોકો એક બીજા પર હુમલો કરતા હોય છે, તેવામાં સુરતના સહારા દરવાજા પ્રેમગલી ઝુંપડપટ્ટી ખાતે રહેતા રવી ઉર્ફે માયો મહેશ જીલેકર (ઉ.વ.૨૫) રીક્ષા ચલાવે છે.
વલસાડ: બગાસુ ખાતા પતાસુ મળ્યું, આવકવેરા વિભાગે 33 લાખનો દારૂ ઝડપ્યો, Idea જોઈ પોલીસ ચોંકી
રવી અને આસીફ ઉર્ફે માઈકલ સોમવારે રાત્રે દસ વાગ્યે પુણાગામ રેશ્મા રો હાઉસ પાસે ઍસઍમસી શૌચાલય પાસે બેઠા હતા, તે વખતે રવિને મળવા માટે તેના મિત્ર મુકેશ પ્રેમનાથ ઉપાધ્યાય, રાહુલ શંકર રાઠોડ, રાજેશ ફકીરા કેકડીયા અને રવિ ફકિરા આવ્યો હતો. ત્યારે આસીફે રાહુલને તું આ લોકો સાથે કેમ ફરે છે તેમ કહેતા રાહુલે કહ્યું, મારા મિત્રો છે તેમની સાથે ફરુ તેમ કહેતા આસીફ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી રાહુલને નજીકમાં પડેલ લોખંડના સળિયાથી પગના ભાગે મારમારી મોઢાના ભાગે પથ્થર મારી દાત તોડી નાંખ્યા હતા.
સુરત: કોરોના યોદ્ધા મરતા-મરતા પોતાની દિકરીના ડોકટર બનવાના સ્વપ્નનને પુર્ણ કરતા ગયા
આ મારામારી બાદ યુવાનને તાતકાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે ઘટનાની જણકારી મળતા પોલીસ પણ તાતકાલિક બનાવવાળી જગ્યા પર દોડી ગઈ હતી અને રવી જીલેકરની ફરિયાદ લઈ આસીફ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:
kiran mehta
First published:
November 25, 2020, 6:54 PM IST