રાજસ્થાન અને અમદાવાદના વેપારીઓએ સુરતના વેપારીને રૂ.17 લાખથી વધુમાં નવડાવ્યો, આપી જાનથી મારી નાંખવાની ધમકી


Updated: October 26, 2020, 5:22 PM IST
રાજસ્થાન અને અમદાવાદના વેપારીઓએ સુરતના વેપારીને રૂ.17 લાખથી વધુમાં નવડાવ્યો, આપી જાનથી મારી નાંખવાની ધમકી
પ્રતિકાત્મક તસવીર

મનીઍન્ટર પ્રાઈઝના નામે ખાતુ ધરાવતા વિવર્સ પાસેથી દલાલ મારફતે અમદાવાદઅને રાજસ્થાનના ત્રણ વેપારીઓઍ કુલ રૂપિયા 17.21 લાખનો માલ કરીદ્યો હતો.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસના (coronavirus) કારણે લાગેલા લોકડાઉન (lockdoan) બાદ સુરતમાં (surat) ગુનાખોરીની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેતરપિંડીની (Fraud case) ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે વધુ એક છેતરપિંડીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. શહેરના આંજણા ફાર્મમાં સાંઈ ક્રુપા ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં મનીઍન્ટર પ્રાઈઝના નામે ખાતુ ધરાવતા વિવર્સ પાસેથી દલાલ મારફતે અમદાવાદ (Ahmedabad) અને રાજસ્થાનના (Rajasthan) ત્રણ વેપારીઓઍ કુલ રૂપિયા 17.21 લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી વિવર્સ દ્વારા ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અલગ અલગ વેપારીઓને આપ્યો હતો લાખો રૂપિયાનો માલ
સૂરતના વરાછા ખાતે આવેલ ચીકુવાડી સરીતા સાગર સોસાયટીમાં રહેતા મૂળ રાજકોટ જશદણના 40 વર્ષીય જીતેશ કાંતીભાઈ સતાણી આંજણા ફાર્મ સાંઈ ક્રુપા ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં મનીઍન્ટર પ્રાઈઝના નામે ખાતુ ધરાવે છે. જીતેશભાઈ પાસેથી ગત તા 3જી ઓક્ટોબર 2019ના રોજ કાપડ દલાલ પ્રવિણ કરશન બંધાણીયા (રહે, શ્રીનાથજી રો હાઉસ પરવત પાટીયા) મારફતે રાજસ્થાન ઉદયપુર સવિના મેઈન રોડખાતે વિવહા ફેશનના માલીક વેનુસિંહ ખુમાસિંહ પરમારે અલગ અલગ બિલોથી રૂપિયા 8,93,240 અમદાવાદ ઈદગાહ સર્કલ સીટી સેન્ટરમાં જય અંબે ટ્રેડર્સના માલિક પુથરાજ રાઠીઍ અલગ અલગ બીલોથી રૂપિયા 6,63,753નો જયારે અમદાવાદ પુરુષોત્તમ માર્કેટ પાસે મંગલમ ક્રિઍશનના માલીક ઉત્તમસિંગ દેવીસિંગ રાજપુરે રૂપિયા 1,64,798નો મળી ત્રણેય વેપારીઓઍ કુલ રૂપિયા 17,21,791નો માલ ખરીદ્યો હતો.

પેમેન્ટ ચૂકવવાના બદલે આપી જાનથી મારી નાખવાની ધમકી
નક્કી કરેલા સમય મર્યાદામાં દલાલ સહિત વેપારીઓઍ પેમેન્ટ નહી આવતા જીતેશભાઈઍ પેમેન્ટ માટે ઉધરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યો હતો. ત્યારબાદ પેમેન્ટ નહી આપી ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે જીતેશભાઈ સતાણીની ફરિયાદ લઈ દલાલ સહિત ચારેય વેપારીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-Festive special offer: એકદમ સસ્તામાં મળી રહ્યો છે Samsungનો આ શાનદાર ફોન, જાણો ફિચર્સઆંજણા ફાર્મમાં આવેલા ખાતામાંથી ત્રણ નોકરોએ લાખોની મતાની કરી ચોરી
આંજણા ફાર્મ જય ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટ અને જય આનંદ સોસાયટીમાં આવેલા ખાતામાંથી નોકર તેમજ પાર્સલ ઉચકવાનું કરતા મજૂરે સાગરીતો સાથે મળીને ખાતામાંથી યાર્ન અને સાડી મળી કુલ રૂપિયા 1.45 લાખના મતાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસમાં (police complaint) નોધાઈ છે.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ 'તારી મા મને છોડીને ચાલી ગઈ તો તું મારી પત્ની બની જા', 13 વર્ષની પુત્રીએ રડતા રડતા કહી દુષ્કર્મી બાપની હેવાનિયત

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

કાપડના વેપારીના ત્યાં નોકરઓએ હાથસાફ કર્યો
સુરતનાં ન્યુ સીટીલાઈટ જીવીબા પાર્ક સોસાયટીમાં રહેતા પંકજ ભગવાનદાસ બાટલાવાલા (ઉ,.વ.48) કાપડના (Textile merchant) ધંધા સાથે સંકળાયેલા છે. અને આંજણા ફાર્મ ખાતે જય ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં અને જય આનંદ સોસાયટીમાં ખાતુ ધરાવે છે. પંકજભાઈના ખાતામાં અજગરઅલી ઉર્ફે પપ્પુ ફઝલેરહેમાન અંસારી (રહે, મારુતીનગર લિંબાયત), અશોક સવાઈ (રહે, મયુર ટોકીઝ પાસે લિંબાયત) અને પાર્સલ ઉચકવા માટે અલ્લારખા હનીફખાન પઠાણ (રહે, પતરીની ચાલ મીઠીખાડી)ને રાખ્યો હતો.ત્રણેય નોકરોએ ઓફિસમાંથી લાખોની મતાની કરી ચોરી
દરમિયાન આ ત્રણેય નોકરોઍ ગત તા 27મી સપ્ટેમ્બર બાદ ખાતાની ઓફિસમાંથી રૂપિયા 80 હજારની કિંમતનું યાર્ન અને વીવીંગ જેકાર્ડની સાડી નંગ-100 જેની કિંમત રૂપિયા 65 હજાર મળી કુલ રૂપિયા 1,45,000ના મતાની ચોરી કરી નાસી ગયા હતા.
Published by: ankit patel
First published: October 26, 2020, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading