સુરત : ગ્રે કાપડના મુદ્દે વરાછાના બે દલાલનું અપહરણ, ઝીંગો, રાહુલ, ધર્મેશ કારમાં ઉઠાવી ગયા


Updated: September 16, 2020, 5:36 PM IST
સુરત : ગ્રે કાપડના મુદ્દે વરાછાના બે દલાલનું અપહરણ, ઝીંગો, રાહુલ, ધર્મેશ કારમાં ઉઠાવી ગયા
14 ટન માલના મામલે દલાલોનુનં અપહરણ થતા પરિવાર ચિંતામાં મુકાયો

અપહરણ કરી લસકાણાના ક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીયલ ખાતામાં ગોîધી રાખી ઢોર મારમારી માલ અંગે લખાણ કરાવી લેવામાં આવ્યું ત્યારબાદ ગાયબ થતા પોલીસ દોડતી થઈ

  • Share this:
વરાછામાં 14 ટન ગ્રે કાપડના માલના મુદ્દે બે કાપડ દલાલ મિત્રોનું કારમાં અપહરણ કરી લસકાણાના ક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીયલ ખાતામાં ગોîધી રાખી ઢોર મારમારી માલ અંગે લખાણ કરાવી લેવામાં આવ્યું હતું. કારખાનેદારો દ્વારા અપહરણ કર્યા બાદ લખાણ કરાવી મુક્ત કર્યા બાદ ઍક દલાલ ઍકાઍક ગઈકાલથી ગુમ થઈ જતા પરિવાર અને પોલીસ દોડતી થઈ છે. સણીયા હેમાદ ગામ વિવેક રેસીડેન્સી ખાતે રહેતા ભાવેશ મગનભાઈ ચણીચારા (ઉ.વ.૪૩) ગ્રે કાડપની દલાલીનું કામકાજ કરે છે. ભાવેશભાઈનો મિત્ર ચેતન ડોબરીયા પણ દલાલીનું કામકાજ કરે છે. ભાવેશભાઈ ચેતનભાઈ મારફતે નરેશ પાલડી પાસેથી ગ્રે કાપડનો લાયક્રા ક્વોલીટીનો 14 ટન માલ તેની કિંમત અંદાજીત રૂપિયા ૫ લાખ થાય છે, જે માલ અવધ માર્કેટમાં ધંધો કરતા અંકુરભાઈને વેચ્યો હતો.

દરમિયાન ગત તારીખ 12મીના રોજ ભાવેશભાઈ કતારગામ જીઆઈડીસી પાસે ચા પીતો હતો તે વખતે ઍક કારમાં આવેલા ચાર અજાણ્યાએ  ભાવેશને ચેતન મારફતે નરેશને માલ વેચ્યો હોવાનું પુછતા ભાવેશભાઈએ હા પાડતા ચેતન પાસે જવાનુ કહી કારમાં લસકાણા ક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટ ખાતે ખાતામાં લઈ ગયા હતા. ત્યાં બીજા ત્રણેક અજાણ્યાઓ બેઠા હતા.

આ પણ વાંચો :  રેલવે તંત્રની ઘોર બેદરકારી : વરાછા ગરનાળાની ગડર તૂટી પડતાં યુવકના પગનો થયો કચ્ચરઘાણ

નરેશ પાલડી પણ ત્યાંજ હતો. ખાતામાં હાજર ત્રણેય જણાએ પોતે ખાતાના ભાગીદાર હરેશ, ભરત અને કલ્પેશ હોવાનુ કહી નરેશ પાસેથી જે માલ લઈને વેચ્યો છે. તે પાછો આપી દેવાનુ કહયું હતું જેથી ભાવેશે સાંજે ચેતનને ફોન કરી વરાછા મીનીબજાર કોહીનુર સોસાયટી પાસે ચાની લારી પાસે બોલાવ્યો હતો. ત્યાં ભાવેશ અને ચેતન વાતચીત કરતા હતા તે દરમિયાન કારમાં આવેલા અજણ્યા શખ્સોએ બંને જણાને બળજબરી પૂર્વક કારમાં બેસાડી લસકાણા ખાતામાં લઈ ગયા હતા.

આરોપીઓ  અંદર વાતચીત કરતા અન્ય આરોપીઓના નામ રાહુલ, ઝીગો, ધર્મેશ ઝાલાવાડિયા હોવાનુ બહાર આવ્યું હતું આરોપીઓએ ભાવેશ, ચેતન અને નરેશને 14 ટન માલ આપી દેવા માટે ધમકી આપી હતી જેથી ભાવેશ અને ચેતન પાસે માલ આપી દેવાની બાહેધરી લખાણ કરાવ્યા બાદ મુક્ત કર્યા હતો.આ પણ વાંચો :  સુરત : દહેજ માટે સસરાએ માર માર્યો, દિયરે અશ્લીલ હરકત કરી, પતિએ પત્નીનો પક્ષ લેતા ઘરમાંથી કાઢી મૂક્યા

ચેતન પાસે લકાણની સાથે બે સહીવાળા ચેક પણ લીધા હતા. ત્યારબાદ બીજા દિવસથી ચેતન ગુમ થયો છે પરિવારદ્વારા ચેતનની શોધખોળ કરવા છતાંયે તેની કોઈ ભાળ મળી આવી ન નથી. બનાવ અંગે પોલીસે ભાવેશની ફરિયાદને આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: September 16, 2020, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading