સાવધાન! સુરતના સિમાડા વિસ્તારના બે કોરોના પોઝિટિવ દર્દીઓ ગામડે ભાગી જતા પોલિસ ફરિયાદ દાખલ


Updated: September 11, 2020, 11:14 PM IST
સાવધાન! સુરતના સિમાડા વિસ્તારના બે કોરોના પોઝિટિવ દર્દીઓ ગામડે ભાગી જતા પોલિસ ફરિયાદ દાખલ
કોરોના ગ્રસ્ત સોસાયટીની તસવીર

હાઈરિસ્ક સોસાયટી બની ગયેલી જય અંબે ગ્રુપ ઓફ કો-ઓપરેટિવ સોસાયટીમાં મોટાભાગના લોકો પરપ્રાંતિય શ્રમિકો છે અને મનપાની એસઓપીનું પાલન કરતા ન હોવાનું ધ્યાને ચડયું છે. 

  • Share this:
સુરતઃ સુરતના સિમાડા વિસ્તારમાં રહેતા બે લોકો સામે મનપા દ્વારા હોમ ક્વોરન્ટીનનો ભંગ કરનાર બે લોકો સામે પોલીસ ફરિયાદ (police complaint) કરવામાં આવી છે. બંન્ને લોકો કોરોના (coronavirus) પોઝિટિવ હોવા છતા પણ મનપાની જાણ વગર ગામ ભાગી જતા કાર્યવાહિ કરવામાં આવી. જયારે ઉધના ઝોનમાં જય અંબે ગ્રુપ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કોરોના 25 જેટલા પોઝિટિવ (corona positive) કેસો હોવાથી મનપા કમિશનર દ્વારા આજે આ સોસાયટી તથા ઝોનના અન્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી.

હાઈરિસ્ક સોસાયટી બની ગયેલી જય અંબે ગ્રુપ ઓફ કો-ઓપરેટિવ સોસાયટીમાં મોટાભાગના લોકો પરપ્રાંતિય શ્રમિકો છે અને મનપાની એસઓપીનું પાલન કરતા ન હોવાનું ધ્યાને ચડયું છે.  જેથી મનપા કમિશ્નર દ્વારા સોસાયટીમા પ્રમુખ અને મકાન માલીકો સામે પોલીસ ફરિયાદ કરવાની ચિંમકી આપવામાં આવી છે.

એસઓપીનું કડક પાલન થાય તે હેતુથી મનપા કમિશનર દ્વારા જે લોકો ભાડે રહેતા હોય અને એસઓપીનું પાલન ન કરતા હોય તેવા લોકોને મકાન માલિકો aઅને પ્રમુખો સામે પોલીસ ફરિયાદ નોધવાની તાકીદ કરવામાં આવી છે. એટલું જ નહીં પોલીસ સાથે સંકલન કરી આ વિસ્તારમાં ગાઈડલાઈનનું કડક અમલ કરાવવા તથા આ સોસાયટીમાં મહત્તમ ટેસ્ટિંગ કરાવવાની સુચના પણ ઉધના ઝોનના ઝોનલ ચીફને કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-જૂનાગઢ: સક્કરબાગ ઝૂમાંથી પાંજરુ સાફ કરતી વખતે કર્મચારીની નજર ચૂકવી દીપડો થયો ફરાર, પકડવા માટે તંત્રમાં દોડધામ

આ સાથે આજે સિમાડા વિસ્તારની બે અલગ અલગ સોસાયટીમાં રહેતા અને કોરોના પોઝિટિવ આવેલા બે લોકોએ હોમ કોરેન્ટાઇનનો ભંગ કરી પોતાના ગામ જતા રહેતા તેમની સામે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ 'દીકરાને પ્રેમથી બોલાવી લો, હું શોધવા નીકળીશ તો ટૂકડા કરી નાંખીશ', પ્રેમલગ્ન કરનાર યુવતીની માતાએ યુવકની માતાને આપી ધમકીઆ પણ વાંચોઃ-વલસાડઃ લૂંટારું ગેંગના 10 લોકો ઝડપાયા, મહિલા LIC એજન્ટ ટીપ આપતી, સાગરીતો ગુનો આચરતા, 12 ગુનાઓના ભેદ ઉકેલાયા

મનપા દ્વારા કોરોના દર્દીઓ કે જે ઘરે આયસોલેશન હેઠળ હોઇ છે તેમનું રૂટીન ચેકિંગ કરવામાં આવે છે. જેથી ચેકિંગ દરમિયાન આ બે લોકો ઘરે મળી આવ્યા ન હતા અને ફોન કરતા તેઓ ગામ હોવાનું સામે આવતા એપેડેમિક એકટ અને કોવિડ -19 ગાઇડલાઇનના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી.

તદઉપરાંત કોરોનાના કેસો બાબતે હાલ સૌથી અવ્વલ સ્થાને રહેલ અઠવા ઝોન વિસ્તારમાં હાઈરિસ્ક વિસ્તાર બની ગયેલ સરસાણા રોડ સ્થિત ગ્રીન વિક્ટરી એપાર્ટમેન્ટ અને રઘુવીર સેરેટોન લકઝરી એપાર્ટમેન્ટની પણ મનપા કમિશનરે વિઝીટ કરી હતી અને કન્ટેન્ટમેન્ટ કામગીરીનું નિરીક્ષણ કયુ* હતું. બન્ને એપાર્ટમેન્ટોમાં મોટા ભાગના લોકો ટેક્ષટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જેઓનું પોઝિટિવિટીનું પ્રમાણ વધુ જણાયું છે.
Published by: ankit patel
First published: September 11, 2020, 11:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading