સુરતમાં આપઘાના બે બનાવો: પતિ સાથે ઝઘડો થતાં પરિણીતા અને ઘરકામ બાબતે ઠપકો આપતા વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું


Updated: September 27, 2020, 7:05 PM IST
સુરતમાં આપઘાના બે બનાવો: પતિ સાથે ઝઘડો થતાં પરિણીતા અને ઘરકામ બાબતે ઠપકો આપતા વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું
પ્રતિકાત્મક તસવીર

નવપરિણીતાએ પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ત્યારે સરથાણા વિસ્તારમાં ધોરણ 11 અભ્યાસ કરતી તરુણીએ ઝેરી દવા પીને આપઘાત કરી લેવાની ઘટના અમે આવી છે.

  • Share this:
સુરત: શહેરમાં સતત આપઘાતની ઘટના સતત સામે આવી રહી છે ત્યારે નવપરિણીતાએ (suicide) પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ત્યારે સરથાણા વિસ્તારમાં ધોરણ 11 અભ્યાસ કરતી તરુણીએ ઝેરી દવા પીને આપઘાત કરી લેવાની ઘટના અમે આવી છે. જોકે આ બંને બનાવમાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પહેલા બનાવમાં સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ નર્મદા વિર સાવકર હાઈટમાં રહેતા  વિશાલભાઈ નાઈ લગ્ન એક વર્ષ પહેલા હિરલ બહેન સાથે થયાંહતાં જોકે વિશાલ ભાઈ સુરત ની હજીરા વિસ્તારમાં આવેલ કંપનીમાં નોકરી કરે છે. જોકે ગતરોજ પોતાની નોકરી પર ગયા બાદ રાત્રે પરત ફર્યા ત્યારે તેમની પત્ની ઘરનો દરવાજો ખોલતી નહિ હોવાને લઈને દરવાજો તોડી નાખતા તેમની પત્ની છતના પાંખ સાથે દુપટો બાંધીને આપઘાત કારેલી હાલતમાં મળી આવી હતી.

જોકે આ ઘટના જોતા પતિ વિશાલ હેબતાઈ ગયા હતા. જોકે પાડોસી દ્વારા આ મામલે રાંદેર પોલીસને જાણકરી આપતા પોલીસ તાતકાલિક બનાવ વળી જગ્યા પર આવીને આ મામલે ગુનો નોંધી વહુ તપાસ શરુ કરી છે. જોકે પતિ પત્ની કોઈ બાબતે ઝગડો થયો હોય અને તે વાતનું લાગી આવતા પરિણીતાએ આપઘાત કર્યાની વાત લોક મુખે ચર્ચાઈ રહી હતી.

આ પણ વાંચોઃ-યુવતીને બંધક બનાવીને દેહવ્યાપાર કરાવતા હતા પતિ પત્ની, લોકોએ ઢોર માર મારી કર્યા લોહીલુહાણ

જયારે બીજા બનાવમાં મૂળ ભાવનગરના ઉમરાા તાલુકાના પરવાડ ગામના વતની અને સુરતમાં હાલમાં સુરતના રથાણાના નજીક આવેલ સીમાડા ગામમાં રહેતા અને લેબોરેટરીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની દીકરી ધોરણ 11માં અભ્યાસ કરે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'હું મારા દાદાની જેમ ધાબેથી પડીને મરી જઈશ', પતિની ધમકીઓથી કંટાળી છેવટે પત્નીએ નોંધાવી ફરિયાદઆ પણ વાંચોઃ-સાહેબ પહેલા હું બેભાન થઈ, હોશ આવ્યો ત્યારે શરીર પર કપડા ન હતા', અમદાવાદમાં ઉદેપુરની યુવતી સાથે દુષ્કર્મ

જોકે અભ્યાસ બાબતે અને ઘર કામ બાબતે પરિવારે 17 વર્ષીય  યશ્વી માણીયા  ઠપકો આપ્યો હતો. જોકે આ વાતનું લાગી આવતા આ યુવતી એ આવેશમાં આવી જઈને અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની જણકારી પરિવારને મળતા પરિવાર આ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યા ટૂંકી સારવાર બાદ આ યુવતીનું કરુણ મોત થયું હતું. જોકે આ ગતના બાદ પરિવર શોકમાં ગરકાઉ થઇ ગયો હતો. જોકે આ ઘટના મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. બંને આત્મહત્યાની ઘટના બાદ બંને પરિવારમાં શોકનું મોજુ ફરિવળ્યું હતું.
Published by: ankit patel
First published: September 27, 2020, 6:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading