વલસાડ: મોરા સુરવાડાના દરિયામાં કોલેજના ચાર વિદ્યાર્થી તણાયાં, ચારેયના મોત

News18 Gujarati
Updated: October 1, 2019, 11:12 PM IST
વલસાડ: મોરા સુરવાડાના દરિયામાં કોલેજના ચાર વિદ્યાર્થી તણાયાં, ચારેયના મોત
વલસાડ: મોરા સુરવાડાના દરિયામાં ચાર કોલેજના વિદ્યાર્થી તણાયાં, ચારેયના મોત

વલસાડની એન એચ શાહ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાથીઓ મોટા સુરવાડા ગામના દરિયામાં ફરવા માટે ગયા હતાં

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડના મોરા સુરવાડાના દરિયામાં ફરવા ગયેલા ચાર કોલેજિયન યુવક-યુવતીઓ તણાઈ ગયાં હતાં. દરિયાણામાં તણાતા ચારેયના મોત થયા છે. યુવક-યુવતીઓના મોતના પગલે પરિવારજનોના હૈયાફાટ રૂદનથી માહોલ ગમગીન બન્યો હતો.

વલસાડની એન એચ શાહ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાથીઓ મોટા સુરવાડા ગામના દરિયામાં ફરવા માટે ગયા હતાં. વિદ્યાર્થીઓ જ્યારે દરિયામાં ગયા ત્યારે ઓટ હતી. આ કારણે કે દરિયામાં ગયા હતા અને ટાપુ જેવા દેખાતા ડુંગર પર બેઠા હતાં. જોકે આ સમયે અચાનક ભરતી આવી ગઈ હતી. જેથી ત્યાંથી બહાર નિકળતી વખતે એક વિદ્યાર્થી તણાવા લાગ્યો હતો. જેને બચાવવા માટે અન્ય વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ગયા પરંતુ તેઓ પણ તણાઈ ગયાં હતાં. જેના કારણે ચારેયના મોત થયા હતા.

આ પણ વાંચો - સુરતમાં BRTS બસની ટક્કરે માસૂમ બાળકનું મોત, ડ્રાઈવર બસ મુકી છૂમંતર

મૃતકોના ખિસ્સામાંથી કોલેજનું આઈકાર્ડ મળી આવ્યું હતું. જેથી કોલેજમાં જાણ કરવામાં આવી હતી. કોલજના કેટલાક વિદ્યાર્થીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આશાસ્પદ ચાર યુવક યુવતીઓના મોતના પગલે દરિયા કિનારે અને હોસ્પિટલના પીએમ રૂમની બહાર મૃતકોના પરિવાર જનોએ આક્રંદ કરી મુક્યું હતું.

મૃતકોના નામ
નિલ એમ ભટ્ટ, રહે વલસાડ ભદેલી ગામનિલીમાં ઓઝા, રહે જૂની રામવાડી, વલસાડ
રુસ્મિતા કે દેશમુખ, રહે મોગરાવાડી, વલસાડ
દિપક મોહનભાઇ માલી, રહે લુહાર ટેકરા ,વલસાડ
Published by: Ashish Goyal
First published: October 1, 2019, 9:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading