ગૌતમ ગંભીરે ભવ્ય રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયા દાન આપ્યું

News18 Gujarati
Updated: January 21, 2021, 6:05 PM IST
ગૌતમ ગંભીરે ભવ્ય રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયા દાન આપ્યું
ગૌતમ ગંભીરે ભવ્ય રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયા દાન આપ્યું

ગંભીરે કહ્યું- ભવ્ય રામ મંદિર બધા ભારતીયોનું સપનું છે. આ માટે મારા અને મારા પરિવારથી તરફથી આ રકમ એક નાનું યોગદાન છે

  • Share this:
નવી દિલ્હી : ભારતના પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે (Gautam Gambhir)અયોધ્યામાં ભવ્ય રામ મંદિર (Ram Mandir)નિર્માણ માટે એક કરોડ રૂપિયા દાન આપ્યું છે. ક્રિકેટરથી નેતા બનેલા ગંભીરે કહ્યું કે આ રકમ તેમણે અને તેમના પરિવારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આપી છે, જે બધા ભારતીયોના સપનું છે.

પૂર્વ દિલ્હીના સાંસદ ગંભીરે કહ્યું હતું કે ભવ્ય રામ મંદિર બધા ભારતીયોનું સપનું છે. આ માટે મારા અને મારા પરિવારથી તરફથી આ રકમ એક નાનું યોગદાન છે. પાર્ટી નેતાઓએ જણાવ્યું કે દિલ્હી ભાજપાએ આખા શહેરમાં દાન એકત્ર કરવા માટે કૂપન જાહેર કરી છે, જે 10 રૂપિયા, 100 રૂપિયા અને 1000 રૂપિયાની છે. દિલ્હી ભાજપા મહાસચિવ અને અભિયાનના સંયોજક કુલજીત ચહલે જણાવ્યું કે આનો ઉપયોગ લોકો પાસેથી દાન એકત્ર કરવા માટે કરવામાં આવશે.

આ પણ વાંચો - તમારા ઘરે તો ઓછા વજનનો સિલિન્ડર નથી આવતો ને? આવી રીતે ગઠિયાઓ કરે છે રાંધણગેસની ચોરી


દિલ્હીના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર બે વખત વર્લ્ડ કપ જીતનાર ટીમનો સભ્ય રહ્યો છે. ગંભીરે ટી-20 વર્લ્ડ કપ 2007ની ફાઇનલમાં પાકિસ્તાન સામે 75 રનની ઇનિંગ્સ રમી હતી. વર્લ્ડ કપ 2011માં શ્રીલંકા સામે ફાઇનલમાં 97 રન બનાવ્યા હતા.
Published by: Ashish Goyal
First published: January 21, 2021, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading