મુંબઈના પૂર્વ ક્રિકેટરનું કોરોનાથી મોત, સતત 7 મેચમાં ફટકારી હતી 7 સદી

News18 Gujarati
Updated: September 17, 2020, 4:48 PM IST
મુંબઈના પૂર્વ ક્રિકેટરનું કોરોનાથી મોત, સતત 7 મેચમાં ફટકારી હતી 7 સદી
પ્રતિકાત્મક તસવીર

ઠાણેના વેદાંત હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે 52 વર્ષના હતા

  • Share this:
મુંબઈ : મુંબઈના પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનું (Sachin Deshmukh)કોરાના વાયરસના (Coronavirus)કારણે મોત થયું છે. ઠાણેના વેદાંત હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે 52 વર્ષના હતા. તેમના દોસ્તોના મતે તેમને ઘણા દિવસોથી તાવ આવતો હોવા છતા તેમણે હોસ્પિટલમાં દાખલ થવાની ના પાડી દીધી હતી. 9 દિવસ પછી ખબર પડી કે તેમને કોરોના થયો છે. દેશમુખ એક શાનદાર ક્રિકેટર હતા. પોતાના જમાનામાં તેમને મુંબઈ અને મહારાષ્ટ્ર બંને સ્થાનેથી રણજી ટીમમાં (Ranji Trophy)સ્થાન મળ્યું હતું.

ધમાકેદાર બેટ્સમેન હતા દેશમુખ

અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ તેમના મિત્ર અભિજિત દેશપાંડેના હવાલાથી લખ્યું કે સચિન દેશમુખે તેમની કેપ્ટનશિપમાં 1986માં કૂચ બિહાર ટ્રોફીમાં ધમાલ મચાવી દીધી હતી. પાંચ ઇનિંગ્સમાં તેમણે 3 સદી ફટકારી હતી. જેમાં 183, 130 અને 110 રનની ઇનિંગ્સ સામેલ હતી. અભિજિત તેમની સાથે સ્કૂલ ક્રિકેટ રમ્યો હતો. દેશમુખ હાલના દિવસોમાં મુંબઈમાં એક્સસાઇઝ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં સુપરિટેન્ડેટ તરીકે કામ કરતા હતા.


આ પણ વાંચો - IPL 2020 Schedule: જાણો આઈપીએલનો પૂરો કાર્યક્રમ, Live Streaming અને પ્રાઇઝ મની વિશે

7 મેચોમાં સતત 7 સદી1990ના ગાળામાં ઇન્ટર યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં સચિન દેશમુખે ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે તે સમયે 7 મેચમાં 7 સદી ફટકારવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તે મિડલ ઓર્ડર બેટ્સમેન હતા. ભારતના પૂર્વ વિકેટકીપર માધવ મંત્રીના મતે દેશમુખ એક શાનદાર પ્રતિભાશાળી અને ગિફ્ટેડ ક્રિકેટર હતો. તેના એક નજીકના મિત્ર રમેશ બાજગેએ કહ્યું કે તેનું મોત દરેક માટે એક મેસેજ છે કે કોરોનાને હળવાશથી ના લો.
Published by: Ashish Goyal
First published: September 17, 2020, 4:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading