T20 World Cup: જીત બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની ઉજવણી, બીયર-શેમ્પેનના ઘૂંટ મારતા મારતા કર્યો ડાન્સ, જુઓ Video

News18 Gujarati
Updated: November 15, 2021, 11:42 AM IST
T20 World Cup: જીત બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની ઉજવણી, બીયર-શેમ્પેનના ઘૂંટ મારતા મારતા કર્યો ડાન્સ, જુઓ Video
Australi party_ T20 World Cup Final : ફાઇનલમાં જીત્યા બાદ ડ્રેસિંગ રૂમનો નજારો

T20 World Cup Aus Vs Nz: ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ આખી રાત સેલિબ્રેશન કર્યુ જુઓ ડ્રેસિંગ રૂમનો વીડિયો

  • Share this:
ઓસ્ટ્રેલિયાએ રવિવારે ટી-20 વર્લ્ડકપ જીતી ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ દુબઈમાં રમાયેલા T20 વર્લ્ડ કપ (T20 World Cup-2021)ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને આ ફોર્મેટમાં પ્રથમ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. 14 વર્ષના ટી-20 વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું. આ જીત બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પાગલ બની ગયા હતા. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ડ્રેસિંગરૂમમાં બીયર અને શેમ્પેઇનની છોળો ઉડાડી અને પાર્ટી કરી હતી.

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે 4 વિકેટ ગુમાવીને 172 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. ન્યુઝીલેન્ડ માટે કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) 48 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાએ માત્ર 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

ઓપનરોની આતશબાજી

ઓસ્ટ્રેલિયા માટે મિશેલ માર્શે (Mitchell Marsh) 50 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રનની ઈનિંગ રમી હતી અને અણનમ રહ્યો હતો. તો સામે છેડે ડેવિડ વોર્નરે (David Warner) 38 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કોચ કોણ? જાણો રાહુલ દ્રવિડને કેટલો મળશે પગાર, સૌથી વધુ ક્યો દેશ આપે છે સેલેરી
બીયર-શેમ્પેઇનની છોળો મ્યૂઝીક સાથે ઉજવણી

ઓસ્ટ્રેલિયન ટીમના તેના બિંદાસ્ત અભિગમ માટે જાણીતી છે ત્યારે ઓસ્ટ્રેલિય ખેલાડીઓએ બીયર અને શેમ્પેઇનની છોળો ઉડાડી અને ઘૂંટડા મારતા મારતા પાર્ટી કરી હતી. ક્રિકેટરો માટે ફિટનેસ મહત્ત્વની હોય છે પરંતુ આવા મોકો આવે ત્યારે તેઓ બધું ભૂલીને ઉજવણી કરે છે.








View this post on Instagram






A post shared by ICC (@icc)






જૂતામાં બીયર નાખીને પણ પીધી

મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ મન મૂકીને ઉજવણી કરી હતી. ICCએ આ ઉજવણીનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં મેથ્યુ વેડ અને માર્કસ સ્ટોઈનિસ શૂઝમાં બીયર પીતાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ભારતીય ટીમમાં સૌથી વધુ વિરાટ કોહલી, રોહિત શર્મા-જસપ્રીત બુમરાહને મળે છે પગાર, જાણો ખેલાડીઓની સેલેરી








View this post on Instagram






A post shared by ICC (@icc)






વેડે તેના શૂઝ કાઢ્યા અને તેમાં બીયર રેડીને પીધું. જે બાદ સ્ટોઇનિસે તે જ જૂતું તેના હાથમાંથી લીધું અને તેમાં બીયર રેડીને પીધી હતી. આ વિડીયોને માત્ર 20 મિનિટમાં 30 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
Published by: Jay Mishra
First published: November 15, 2021, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading