યૂસુફ પઠાણે જાહેર કરી નિવૃત્તિ, આ ઘટનાને ગણાવી કારકિર્દીની યાદગાર ક્ષણ

News18 Gujarati
Updated: February 26, 2021, 6:54 PM IST
યૂસુફ પઠાણે જાહેર કરી નિવૃત્તિ, આ ઘટનાને ગણાવી કારકિર્દીની યાદગાર ક્ષણ
યૂસુફ પઠાણે જાહેર કરી નિવૃત્તિ, આ ઘટનાને ગણાવી કારકિર્દીની યાદગાર ક્ષણ

યૂસુફ પઠાણે શુક્રવારે ટ્વિટર પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી, તેણે ભાવુક પોસ્ટ કરીને પોતાના પ્રશંસકોનો આભાર માન્યો

  • Share this:
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર યૂસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલું ક્રિકેટમાંથી નિવૃત્તિની (Yusuf Pathan Retirement) જાહેરાત કરી છે. યૂસુફે (Yusuf Pathan) ભારત તરફથી 57 વન-ડેમાં 810, 22 ટી-20 મેચમાં 236 રન બનાવ્યા છે. આ સિવાય તેણે વન-ડેમાં 33 વિકેટ અને ટી-20માં 13 વિકેટ ઝડપી છે.

યૂસુફ પઠાણે શુક્રવારે ટ્વિટર પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ભાવુક પોસ્ટ કરીને પોતાના પ્રશંસકોનો આભાર માન્યો છે. યૂસુફે લખ્યું કે મને યાદ છે કે જે દિવસે મેં પ્રથમ વખત ભારતની જર્સી પહેરી હતી. તે જર્સી ફક્ત મેં જ પહેરી ન હતી, તે જર્સી મારા પરિવાર, કોચ, મિત્ર અને આખા દેશે પહેરી હતી. મારું બાળપણ, જીવન ક્રિકેટની આજુબાજુ પસાર થયું છે અને હું આંતરરાષ્ટ્રીય, ઘરેલું અને આઈપીએલ ક્રિકેટ રમ્યો છું. જોકે આજે કાંઇક અલગ છે. આજે કોઇ વર્લ્ડ કપ કે આઈપીએલ ફાઇનલ નથી પણ આ તેટલો જ મહત્વનો દિવસ છે. આજે ક્રિકેટર તરીકે મારી કારકિર્દી પર પૂર્ણ વિરામ લાગી રહ્યો છે. હું સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરું છું.

આ પણ વાંચો - અમદાવાદ ટેસ્ટ : યુવરાજ સિંહે પિચ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું-આવી ટ્રેક પર કુંબલે 1000 વિકેટ ઝડપી લેતબે વર્લ્ડ કપ જીતવા, સચિનને ખભા પર ઉંચકવો ખાસ ક્ષણ

યૂસુફે પઠાણે પોતાના પોસ્ટમાં બે વર્લ્ડ કપ જીતવા અને સચિન તેંડુલકરને ખભા પર ઉઠાવીને મેદાન પર ચક્કર લગાવવાની ક્ષણને કારકિર્દીની યાદગાર ક્ષણ બતાવી છે. યૂસુફ 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011માં વન-ડે વર્લ્ડ કપ જીતનાર ટીમ ઇન્ડિયાનો સભ્ય રહ્યો છે. યૂસુફે લખ્યું કે તેણે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ એમએસ ધોની, આઈપીએલ ડેબ્યૂ શેન વોર્ન અને ઘરેલું ક્રિકેટમાં ડેબ્યૂ જેકોબ માર્ટિનની કેપ્ટનશિપમાં કર્યું હતું. પઠાણે પોતાના ત્રણેય કેપ્ટનનો આભાર માન્યો હતો. સાથે યૂસુફે કેકેઆરના કેપ્ટન ગૌતમ ગંભીરનો પણ આભાર માન્યો છે. જેની કેપ્ટનશિપમાં કેકેઆર બે વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું હતું.

યૂસુફ પઠાણની કારકિર્દી

યૂસુફ પઠાણે 100 ફર્સ્ટ ક્લાસ મેચમાં 34.36ની એવરેજથી 4285 રન બનાવ્યા છે. જેમાં તેણે 11 સદી ફટકારી છે. આઈપીએલ કારકિર્દીની વાત કરવામાં આવે તો તેણે 174 મેચમાં 3204 રન બનાવ્યા છે. જેમાં 13 અડધી સદી અને 1 સદી ફટકારી છે.
Published by: Ashish Goyal
First published: February 26, 2021, 6:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading