લૉકડાઉન દરમિયાન ઘરનું બધું કામ કરતો હતો યુવરાજ સિંહ, બુમરાહ પાસેથી શીખ્યો પોતું મારવાનું

News18 Gujarati
Updated: September 25, 2020, 5:08 PM IST
લૉકડાઉન દરમિયાન ઘરનું બધું કામ કરતો હતો યુવરાજ સિંહ, બુમરાહ પાસેથી શીખ્યો પોતું મારવાનું
લૉકડાઉન દરમિયાન ઘરનું બધું કામ કરતો હતો યુવરાજ સિંહ, બુમરાહ પાસેથી શીખ્યો પોતું મારવાનું

કરોડો રૂપિયાની કમાણી કરનાર યુવરાજ સિંહ લૉકડાઉનમાં ઘર સાફ કરવાથી લઈને વાસણ ધોવાનું શીખ્યો

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh)લૉકડાઉન દરમિયાન ઘણા ક્રિકેટર્સ માટે મસીહા બનીને સામે આવ્યો હતો. તેણે પંજાબના ઘણા ખેલાડીઓને આ દરમિયાન પોતાના ઘરમાં સ્થાન આપ્યું હતું. યુવરાજ લૉકડાઉનમાં આ સિવાય ઘરેલું કામ પણ શીખ્યો હતો. કરોડો રૂપિયાની કમાણી કરનાર આ ખેલાડી લૉકડાઉનમાં ઘર સાફ કરવાથી લઈને વાસણ ધોવાનું શીખ્યો હતો.

યુવરાજે ઇકોનોમિક્સ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂંમાં પોતાના લૉકડાઉનની કહાની સંભળાવી હતી. યુવીએ કહ્યું હતું કે મેં લૉકડાઉન દરમિયાન ઘણા પુસ્તકો વાંચ્યા, ઘણી ફિલ્મો જોઈ. તે સમયે એવું લાગી રહ્યું હતું કે હું કોઈ બીજી દુનિયામાં ચાલ્યો ગયો હતો. આટલું જ નહીં ઘરના જરૂરી કામ પણ શીખ્યો હતો. હું વાસણ ધોવું છું, પોતું પણ કરું છું. પોતું કરવાની ટેકનિક મેં જસપ્રીત બુમરાહ પાસે શીખી હતી.

આ પણ વાંચો - ગાવસ્કરે કરી એવી ટિપ્પણી કે અનુષ્કા શર્મા ગુસ્સે ભરાઇ, સંભળાવી દીધી આવી વાત

ક્રિકેટમાંથી દૂર હોવા છતા યુવરાજે ફિટનેસનો સાથ છોડ્યો ન હતો. લૉકડાઉન દરમિયાન તેણે ઘણા પ્રકારની રમતોમાં ટ્રાય કર્યો હતો. યુવરાજે કહ્યું હતું કે હું દરરોજ વર્કઆઉટ કરતો હતો. સપ્તાહમાં પાંચ-છ વખત ટ્રેનિંગ કરતો હતો. મેં ઓલિમ્પિક લિફ્ટિંગમાં પણ ટ્રાય કર્યો હતો.

યુવરાજ સિંહે આ ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તેની આવનાર સમયમાં પોતાની રેસ્ટોરન્ટ હોય. પોતાના મનપસંદ ભોજન વિશે કહ્યું હતું કે તેને જલેબી ઘણી પસંદ છે અને તે આસાનીથી બનાવી શકું છું. મને સાઉથ ઇન્ડિયન ખાવાનું પણ ઘણું પસંદ છે. ખાસ કરીને ઢોસા. વીગેન હોવાના કારણે મારી પાસે ઘણા બધા વિકલ્પ તો નથી. મને આશા છે કે આવનાર સમયમાં મારી પોતાની રેસ્ટોરન્ટ હશે.
Published by: Ashish Goyal
First published: September 25, 2020, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading