ટિકટોક પર પ્રતિબંધ બાદ આ ભારતીય એપની ધૂમ, દર કલાકે 1 લાખ લોકો કરી રહ્યાં છે ડાઉનલોડ!

News18 Gujarati
Updated: July 1, 2020, 5:04 PM IST
ટિકટોક પર પ્રતિબંધ બાદ આ ભારતીય એપની ધૂમ, દર કલાકે 1 લાખ લોકો કરી રહ્યાં છે ડાઉનલોડ!
ચિંગારી એપની લોકપ્રીયતા વધી.

ચિંગારી એપ શરૂઆતમાં એક લાખ ડાઉનલોડ થઈ હતી, ટિકટોક બેન થયા બાદ તેની ડાઉનલોડ સંખ્યા એક કરોડ થઈ ગઈ છે.

  • Share this:
નવી દિલ્હી : ભારત સરકારે ચીનની 59 એપ (India Bans Chinese Apps) પર પ્રતિબંધ લગાવ્યા બાદ ભારતમાં બનેલી એપ્સને લોટરી લાગી છે. ભારતીયોમાં ખૂબ જ પ્રસિદ્ધ TikTok એપ પર પ્રતિબંધથી ભારતની ચિંગારી (Indian Popular App Chingari) એપ ખૂબ જ ડાઉનલોડ (Download)થઈ રહી છે. આ એપના ડાઉનલોડમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. દર કલાકે એક લાખ લોકો આ એપને ડાઉનલોડ કરી રહ્યા છે. ચિંગારી એપના કો-ફાઉન્ડર અને ચીફ પ્રોડક્ટ ઑફિસર સુમિત ઘોષે (Sumit Ghosh) કહ્યુ કે દર કલાકે એક લાખ લોકો આ એપને પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી રહ્યા છે.

મોટા પ્રમાણમાં એપ ડાઉનલોડ થઈ રહી હોવાથી મંગળવારે ચિંગારી એપનું સર્વર ડાઉન થઈ ગયું હતું. જે બાદમાં ઘોષે ટ્વીટ કરીને લોકોને થોડી ધીરજ રાખવાની સલાહ આપી હતી. શૉર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોકને વિકલ્પ તરીકે છેલ્લા થોડા દિવસોથી ચિંગારી એપને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટિકટોકના વિકલ્પ તરીકે જોવાતી આ એપને છત્તીસગઢ, ઓડિસા અને કર્ણાટકના ડેવલપર્સે સાથે મળીને બનાવી છે.

આ એપને બનાવવા માટે આશરે બે વર્ષ લાગ્યા હતા. આ એપને ભારતીય લોકોની જરૂરિયાત અને રસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. એપના ચીફ ઑફ પ્રોડક્ટ સુમિત ઘોષનો આવો દાવો હતો. આ એપ નવેમ્બર 2018માં ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હતી. હાલ ચીનની એપના વિરોધને પગલે તેને ખૂબ ફાયદો મળી રહ્યો છે. એક સમયે એપ ફક્ત એક લાખ ડાઉનલોડ થઈ હતી, હવે આ સંખ્યા એક કરોડ સુધી પહોંચી ગઈ છે. 

નીચે વીડિયોમાં જુઓ : અમદાવાદમાં ચાઇનીઝ વસ્તુઓનો વિરોધ

આ પણ વાંચો : અમદાવાદમાં એક યુવતી અને બે પોલીસકર્મીનો પ્રણય ત્રિકોણ

આ ચિંગારી એપથી યૂઝર્સ શૉર્ટ વીડિયો બનાવી શકે છે. સાથે તેને પોતાના મિત્રો સાથે શેર કરી શકે છે. એપમાં શાનદાર ફીચરની સાથે સાથે તે ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. આ ઉપરાંત ચિંગારી એપમાં ટ્રેન્ડિંગ ન્યૂઝ, એન્ટરટેનમેન્ટ ન્યૂઝ, મઝા પમાડે તેવા વીડિયો, લવ સ્ટેટસ, વીડિયો સૉંગ્સ જેવા ફીચર્સ છે. ચિંગારી એપ પર કરવામાં આવતી પોસ્ટને લાઇક, કૉમેન્ટ અને શેર કરી શકાય છે. વૉટ્સએપ પર શેર કરવા માટે તેમાં અલગ વિકલ્પ છે. કોઈ યૂઝર્સને ફોલો કરવો હોય તો આ માટે પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
First published: July 1, 2020, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading