સાવધાન! ત્રણ વર્ષ બાદ પાછો ફર્યો ખતરનાક એડ્રોઈડ Virus, માત્ર એક મેસેજથી બેન્ક એકાઉન્ટ થાય છે ખાલી

News18 Gujarati
Updated: July 6, 2020, 9:33 PM IST
સાવધાન! ત્રણ વર્ષ બાદ પાછો ફર્યો ખતરનાક એડ્રોઈડ Virus, માત્ર એક મેસેજથી બેન્ક એકાઉન્ટ થાય છે ખાલી
પ્રતિકાત્મક તસવીર

રિસર્ચર્સનું માનવું છે કે આના પાછળ એક ચાઈનિઝ ગ્રૂપ Roming Mantis કામ કરી રહ્યું છે. ખતરનાક અને પાવરફૂલ એક જૂનો એન્ડ્રોઈડ માલવેર ત્રણ વર્ષ પછી પરત ફર્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ ખતરનાક અને પાવરફૂલ એક જૂનો એન્ડ્રોઈડ માલવેર (android malware) ત્રણ વર્ષ પછી પરત ફર્યો છે. માલવેર યુઝર્સની બેન્કિંગ ડિટેલ (banking detail) અને પર્સનલ જાણકારીઓની ચોરી કરવામાં સક્ષમ છે. ફેકસ્કાઈ (fakesky) નામનો માલવેર ઓક્ટોબર 2017માં સ્પોટ કરાયો હતો. જ્યારે તેણે જાપાન અને સાઉથ કોરિયાના લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા. પરંતુ હવે Cybereason Nocturnusના રિસર્ચર્સે જાણ્યું કે તે ફેકસ્કાઈ દુનિયાના યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યો છે. આ માલવેર ચીન, તાઈવાન, ફ્રાન્સ, સ્વિઝત્સર્લેન્ડ, જર્મની, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટસ અને બાકીના દેશોમાં અટેક કરી રહ્યો છે.

આ વખતે આ માલવેર યુઝર્સને પોસ્ટ સેવા એપના રૂપમાં મેસેજ મોકલીને છેતરી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે આ માલવેરની નજર યુઝર્સના બેન્ક એકાઉન્ટ ઉપર છે. રિપોર્ટ પ્રમાણે આ માલવેર Smishing અથવા SMS- ફિશિંગ અટેક દ્વારા યુઝર્સને નિશાન બનાવી રહ્યો છે. આ યુઝર્સને એક એસએમએસ મોકલે છે. તેમને એક એપ ડાઉનલલોડ કરવાનું કહે છે.

એપ ખાલી કરી દે છે બેન્ક એકાઉન્ટ

એકવાર આ વાયરસવાળી એપ ઓપન કરવાની સાથે જ યુઝર્સ પાસેથી બે મંજૂરી માંગે છે. પહેલી મંજૂરીની મદદથી ડિવાઈસ ઉપર આવનારા મેસેજ વાંચી શકે છે. બીજીની મદદથી ડિવાઈસ લોક થયા બાદ પણ બેકગ્રાઉન્ડમાં કામ કરતો રહે છે.

આ પણ વાંચોઃ-સ્થાનિક બજારોમાં ચાંદીના ભાવમાં રૂ.1000થી વધુનો કડાકો, ફટાફટ જાણીલો સોના-ચાંદીના નવા ભાવ

આ પણ વાંચોઃ-પતિનો માર તો ખાવો પડે' અમદાવાદમાં પૌત્રવધૂએ ડે.કલેક્ટર સસરા, પતિ સહિત સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદએકવાર ફરીથી મંજૂરી મળ્યા બાદ તમારી જરૂરી માહિતી જેવી કે તમારો ફોન નંબર, ડિવાઈસ મોડલ, ઓએસ વર્ઝન, ટેલિકોમ પ્રોવાઈડર, બેન્કિંગ ડિટેલ IMEI નંબર અને IMSI નંબર ચોરી લે છે. રિસર્ચર્સનું માનવું છે કે આના પાછળ એક ચાઈનિઝ ગ્રૂપ Roming Mantis કામ કરી રહ્યું છે.

રિસર્ચર્સનું કહેવું છે કે અમારા વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે FakeSpy માલવેરની પાછળ ચાઈનિઝ સ્પીકિંગ ગ્રુપ છે, સામાન્ય રીતે રોમિંગ મેન્ટિસના રૂપમાં જાણિતું છે. આ એક એવું ગ્રુપ છે જે અતિતમાં આ પ્રકારે કેમ્પેન શરુ કરવા માટે જાણિતું છે.
Published by: ankit patel
First published: July 6, 2020, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading