Facebookએ લોન્ચ કરી Catch-up એપ, એક સાથે 8 લોકો સાથે કરી શકો છો Video કોલ

News18 Gujarati
Updated: May 27, 2020, 10:50 PM IST
Facebookએ લોન્ચ કરી Catch-up એપ, એક સાથે 8 લોકો સાથે કરી શકો છો Video કોલ
Facebookએ Catch-up એપ લોન્ચ કરી

આ એપ યુઝર્સને પહેલા જ જાણકારી આપી દે છે કે, અન્ય યુઝર્સ વીડિયો કોલ માટે ઉપલબ્ધ છે કે નહીં.

  • Share this:
નવી દિલ્હી : સોશિયલ મીડિયા કંપની ફેસબુકે (Facebook) કેચ-અપ નામની વધુ એક કોલિંગ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ દ્વારા એક સાથે 8 યુઝર્સ ગ્રુપમાં વીડિયો કોલ કરી શકે છે. કેચઅપ એપને ફેસબુકની નવી પ્રોડક્ટ એક્સપેરિમેન્ટ ટીમે બનાવી છે. આ એપની ખાસિયત છે કે, તે યુઝર્સને પહેલા જ જાણકારી આપી દે છે કે, અન્ય યુઝર્સ વીડિયો કોલ માટે ઉપલબ્ધ છે કે નહીં. સાથે આ એપમાં લોગ-ઈન કરવા માટે ફેસબુક એકાઉન્ટની જરૂરત નથી પડતી. આ સિવાય આ એપ યુઝર્સને કોલ્સ મર્જ કરવાની સુવિધા પ્રદાન કરતા છે.

Catch-up એપને હાલમાં અમેરિકામાં ટેસ્ટ કરવામાં આવી છે. આ એપ iOS અને Android માટે લોન્ચ કરવામાં આવી છે. નવું પ્લેટફોર્મ તમારા ફોનમાં લિસ્ટેડ રહેલા કોન્ટેક્ટ પર કામ કરે છે અને યુઝર્સને અલગથી ફેસબુક એકાઉન્ટની જરૂરત નથી. વીડિયો કોલ કરવા માટે યુઝર્સે માત્ર એપ ઓપન કરવી પડશે. ત્યારબાદ ક્રિએટ કોલના ઓપ્શનમાં જઈ પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાંથી અન્ય યુઝર્સને પસંદ કરી શકે છે. ત્યારબાદ ક્રિએટ કોલ પર ક્લિક કરી વીડિયો કોલ કરી શકે છે.

એક સાથે 8 લોકો કરાી શકે છે Video Call

Catch-up દ્વારા એક સાથે 8 યુઝર્સ ગ્રુપમાં વીડિયો કોલ કરી શકે છે. આ એપ યુઝર્સને પહેલા જ જાણકારી આપી દે છે કે, અન્ય યુઝર્સ વીડિયો કોલ માટે ઉપલબ્ધ છે કે નહીં. આ સિવાય આ એપ યુઝર્સને કોલ્સ મર્જ કરવાની સુવિધા પ્રદાન કરે છે.

તમને જણાવી દઈએ કે, ગત મહિને ફેસબુકે મેસેન્જર એપમાં નવું વીડિયો કોન્ફસિંગ ફિચર જોડ્યું હતું. મેસેન્જર રૂમ્સથી એક સાથે 50 લોકો સાથે અસીમિત સમય માટે વીડિયો કોલિંગ કરી શકશો. મેસેન્જર રૂમ્સના ઉપયોગ માટે ફેસબુક એકાઉન્ટ હોવું જરૂરી નથી. ફેસબુક મેસેન્જર રૂમ્સમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનેબલ્ડ વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ હશે. સાથે તેમાં બીજા કેટલાક વર્ચ્યુઅલ રિયાલીટી ઈફેક્ટ પણ મળશે.
First published: May 27, 2020, 10:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading