દેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, જાણો - ખાસીયત

News18 Gujarati
Updated: July 6, 2020, 12:09 AM IST
દેશની પ્રથમ સોશિયલ મીડિયા App Elyments, જે WhatsAppને આપશે ટક્કર, જાણો - ખાસીયત
ઉપ-રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ એલીમેન્ટ્સને લોન્ચ કરી

ઉપ-રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ એલીમેન્ટ્સને લોન્ચ કરતા તમામ દેશવાસીઓને આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડાવા અને લોકલ ઈન્ડીયાને ગ્લોબલ ઈન્ડીયામાં બદલવામાં મદદ કરવાની અપીલ કરી

  • Share this:
નવી દિલ્હી : ચીનની 59 એપ બંધ થયા બાદ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું ભારતમાં એવી એપ ડેવલપ કરી શકાય છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેના માટે આત્મનિર્ભર ભારત ઈનોવેશન ચેલેન્ચ લોન્ચ કરી હતી. આ બધા વચ્ચે આજે દેશની પ્રથમ સોશિયલ મીડિયા એપ એલીમેન્ટ્સ (Elyments) લોન્ચ કરી દીધી છે. ઉપ-રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ એલીમેન્ટ્સને લોન્ચ કરતા તમામ દેશવાસીઓને આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડાવા અને લોકલ ઈન્ડીયાને ગ્લોબલ ઈન્ડીયામાં બદલવામાં મદદ કરવાની અપીલ કરી છે. એક હજારથી વધારે આઈટી પ્રોફેશનલની સખત મહેનતથી તૈયાર આ એપ આટથી વધારે ભારતીય ભાષામાં ઉપલબ્ધ હશે.

ચેટિંગ, ઓડિયો-વીડિયો કોલ સાથે ઈ-કોમર્સની સુવિધા પણ

સ્વદેશી એપ એલીમેન્ટ્સને પૂરી દુનિયામાં ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર્સથી ડાઉનલોડ કરી શકાય છે. લોન્ચિંગ પહેલા આ એપને લોન્ચ કરતા પહેલા કેટલાક મહિનાઓ સુધી લોકો વચ્ચે ટેસ્ટ કરવામાં આવી છે. આ એપ 2 લાખથી વધારે લોકોએ ડાુનલોડ કરી લીધી છે. આમાં યૂઝર્સનો ડેટા દેશમાં જ સુરક્ષિત રાખવામાં આવશે. એપમાં પ્રાઈવેટ ચેટિંગ, ઓડિયો-વીડિયો કોન્ફરન્સ કોલ, એલીમેન્ટ્સ પે દ્વારા સુરક્ષિત ચૂકવણી અને ઈન્ડિયન બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપવા માટે કોમર્સ પ્લેટફોર્મની સુવિધા પણ આપવામાં આવી છે. તેની મદદથી યૂઝર્સ પૂરી દુનિયા સાથે કનેક્ટ થઈ શકે છે અને લોકલ પ્રોડક્ટ ખરીદી શકે છે એટલે કે આ એપ ઈ-કોમર્સની સુવિધા પણ આપશે.

એપમાં ટૂંક સમયમાં જોડવામાં આવશે રિઝનલ વોઈસ કમાન્ડ ફિચર

એપ પર કેટલીક પબ્લીક પ્રોફાઈલ પણ હશે, જેને યૂઝર્સ ફોલો અથવા સબસ્ક્રાઈબ કરી શકશે. એપમાં આગામી સમયમાં રિઝનલ વોઈસ કમાન્ડનું ફીચર પણ સામેલ કરવામાં આવશે. એપમાં યુઝર્સનો ડેટા સુરક્ષિત રાખવા માટે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સરકારે ભારતીય કંપનીઓને અપીલ કરી છે કે તે દેશી એપ બનાવવા પર ફોકસ કરે જેથી ડોમેસ્ટિક એપ સ્પેસને મજબૂતી મળી શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ડિઝિટલ ઈન્ડિયા આત્મનિર્ભર ઈનોવેશન ચેલેન્જ લોન્ચ કરી હતી. આનો મતલબ ભારતમાં બનેલી એપ્સને પ્રોત્સાહન આપવાનો હતો.

કેન્દ્રએ શરૂ કરી છે ચેલેન્જ, વિજેતાને મળશે 20 લાખ રૂપિયાઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રદ્યોગિકી મંત્રાલય અને અટલ ઈનોવેશન મિશનની ભાગીદારી હેઠળ નીતિ આયોગે ડિઝિટલ ઈન્ડીયા આત્મનિર્ભર ભારત ઈનોવેટ ચેલેન્જ શરૂ કર્યું છે. આ હેઠળ તમારે મોબાઈલ ગેમ્સ, સોશિયલ મીડિયા અને ફોટો-વીડિયો એડિટીંગ એપ બનાવવાની રહેશે. આ ચેલેન્જ હેઠળ વધારેમાં વધારે 20 લાખ રૂપિયા સુધીનું નામ મળશે. મેક ઈન ઈન્ડીયા, ફોર ઈન્ડીયા એન્ડ ધ વર્લ્ડ. આ ચેલેન્જનો મંત્ર છે. તમને જણાવી દઈએ કે, ભારત સરકારે હમણા જ 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં ટિકટોક, યૂસી બ્રાઉઝર, હેલો અને SHAREit પણ સામેલ છે.
First published: July 6, 2020, 12:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading