લોકડાઉન વચ્ચે Googleની ગિફ્ટ! Free કરી દીધી ખૂબ કામની પોતાની આ મોંઘી સર્વિસ

News18 Gujarati
Updated: May 3, 2020, 9:51 PM IST
લોકડાઉન વચ્ચે Googleની ગિફ્ટ! Free કરી દીધી ખૂબ કામની પોતાની આ મોંઘી સર્વિસ
જાણકારી માટે જણાવી દઈએ કે, Meet દ્વારા Google એક વીડિયો કોલમાં 100 લોકોને જોડવાની મંજૂરી આપે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, Meet દ્વારા Google એક વીડિયો કોલમાં 100 લોકોને જોડવાની મંજૂરી આપે છે.

  • Share this:
કોરોના વાયરસ લોકડાઉન સમયમાં વીડિયો કોન્ફ્રસિંગ પ્લેટફોર્મની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. તેને જોતા દિગ્ગજ સર્ચ એન્જિન કંપની ગૂગલે પણ પોતાની વીડિયો કોન્ફ્રેસિંગ એપ ‘Google Meet’ને હવે દુનિયાભરમાં તમામ યૂઝર્સ માટે મફત કરી દીધી છે. શરૂઆતમાં આ પ્રિમીયમ એપ તરીકે પેડયૂઝર્સ માટે રજૂ કરવામાં આવી હતી, પરંતુ કોરોના વાયરસના પ્રકોપને પહોંચાવળવા માટે મોટાભાગની સરકારો દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે દુનિયાભરમાં વીડિયો કોલ સેવાઓની વધતી માંગને જોતા ધીરે-ધીરે એપનું ફ્રી વર્ઝન જાહેર થઈ રહ્યું છે.

આ પહેલા મીટ એપને કોલ સેટ કરવા માટે Google બિઝનેસ અથવા એજ્યુકેશન એકાઉન્ટની જરૂરત પડતી હતી. આ એક Suite સોફ્ટવેર છે, પરંતુ હવે કંપનીએ આગળ વધતા Meetને વેબ પર અને મોબાઈલ એપ દ્વારા iOS અને એન્ડ્રોયડ માટે ઉપલબ્ધ કરાવી દીધી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, Meet દ્વારા Google એક વીડિયો કોલમાં 100 લોકોને જોડવાની મંજૂરી આપે છે. ટેક દિગ્ગજે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, Meetને આગામી અઠવાડીયાઓમાં ધીરે-ધીરે ખોલી ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. G Suite ના President અને GM, Javier Solteroએ કહ્યું, અમે અમારા પ્રિમીયમ વીડિયો કોન્ફ્રેસિંગ પ્રોડક્ટ Google Meetને આગામી અઠવાડીયામાં દરેક કોઈ માટે મફતમાં ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ.

પોસ્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, એપના ફ્રી વર્ઝનને મેના શરૂઆતમાં તમામ યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે અને તમામ સેવાઓ જે પહેલા પ્રિમીયમ યૂઝર્સ માટે ઉપલબ્ધ હતા, તે તમામ માટે મફતમાં ઉપલબ્ધ હશે.

મેના શરૂઆતથી જે કોઈ પાસે ઈ-મેઈલ એડ્રેસ છે તે Meet માટે સાઈટ અપ કરી શકે છે અને અમારા બિઝનેસ અને એકેડમિક્સ યૂઝર્સ માટે ઉપલબ્ધ સમાન સુવિધાઓનો આનંદ લઈ શકશે.

Googleએ જાહેર કરેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, આ મહિનાના મુકાબલે આગામી જાન્યુઆરી મહિનામાં યૂઝર્સની સંખ્યામાં 30 ગણો વધારો જોવા મળી શકે છે. આ મહિને આ પ્લેટફોર્મ પર 3 અબજ મિનીટનો વીડિયો મીટિંગ્સ થઈ છે અને દરરોદ લગભગ 30 લાખ નવા યૂઝર્સ જોડાઈ રહ્યા છે. અહીં ખૂબ યૂઝર્સ છે અને ખૂબ વીડિયો કોલિંગ્સ પણ છે.
First published: May 3, 2020, 9:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading