હજી Aarogya Setu App ડાઉનલોડ નથી કરી? તો નહીં મળે આ 6 જરૂરી સુવિધા

News18 Gujarati
Updated: May 14, 2020, 8:01 AM IST
હજી Aarogya Setu App ડાઉનલોડ નથી કરી? તો નહીં મળે આ 6 જરૂરી સુવિધા
સરકાર વારંવાર કહે છે કે, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો.

સરકાર વારંવાર કહે છે કે, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો.

  • Share this:
નવીદિલ્હી : ભારતમાં કોરોના વાયરસનાં (coronavirus) સંપર્કમાં આવવાથી બચાવનારી આરોગ્ય સેતુ એપનો (Aarogya Setu App) ઉપયોગ 10 કરોડ ભારતીય કરે છે. આ એપ 2 એપ્રિલનાં રોજ લોન્ચ થઇ હતી. એપનાં પહેલા 13 દિવસમાં જ 5 કરોડ ભારતીયોએ આ એપ ડાઉનલોડ કરી લીધી હતી. સરકાર વારંવાર કહે છે કે, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો. જો તમે હજી સુધી તમારા મોબાઇલમાં આ એપ ડાઉનલોડ નથી કરી તો તમે અનેક જરૂરી સુવિધાનો (Necessary Service) લાભ લઇ નહીં શકો. તો આજે આપણે જોઇશું કે,આવી કઇ કઇ વસ્તુઓ છે.

1. ડૉક્ટર સાથે ફ્રીમાં સલાહ

આ એપમાં થોડા જ સમયમાં ડૉક્ટર સાથે કન્સલ્ટિંગની સુવિધા પણ જોડાશે. કેન્દ્ર સરકારે કોરોના મહામારી સામેના અભિયાનને મજબૂત બનાવવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન જરુરી કરી દીધી છે.

2. ઇ પાસ માટે અરજી કરી શકશો

આ એપ દ્વારા તમે લૉકડાઉનનો ઇ પાસ પણ મેળવી શકો છો. આ માટે આરોગ્ય સેતુ એપ પર નવું સેક્શન ઇ - પાસ જોડવામાં આવ્યું છે. આ સુવિધા પણ થોડા જ સમયમાં શરૂ થવાની છે.

3. ઓનલાઇન દવા મંગાવવા અને ટેસ્ટ કરાવવા માટે પણ ઉપયોગીઓનલાઇન દવાની ડિલીવરી માટે આ એપે 1mg, NetMeds, PharmEasay, MedLife સાથે સમજૂતી કરી છે. જેથી તમને ઘરે બેઠા જ દવાઓ મળી શકે. આ ઉપરાંત લેબ ટેસ્ટ Dr. Lal PathLbs, Metropolis તથા અન્ય કંપનીઓમાંથી કરવામાં આવશે.

4. રેલવેનાં યાત્રીઓ માટે અનિવાર્ય

ભારતીય રેવલેની સુવિધાઓ 12 મેથી વિશેષ યાત્રી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ યાત્રીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય કરી દીધી છે.

5. ફ્લાઇટમાં મુસાફરી માટે પણ જરૂરી

જો તમે ફ્લાઇટમાં કોઇ જગ્યાએ જવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ માટે પણ આરોગ્ય સેતુ એપ ફોનમાં ડાઉનલોડ કરવી જરૂરી છે. સરકાર 17 મેથી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. માત્ર સ્વસ્થ લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો - નાણા મંત્રી નિર્મલા સીતારમણે નોકરિયાત લોકોને આપી મોટી ભેટ, ટેક હોમ સેલરી વધશે

6. યુપીમાં ઘરમાંથી બહાર જવું હોય તો પણ આ એપ હોવી ફરજિયાત 

યુપીમાં ઘરની બહાર જવા માટે પણ આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે નહીં તો તે વ્યક્તિ પર કાર્યવાહી થઇ શકે છે. આ સાથે ગોરખપુરમાં ઇ પાસ પણ એવા જ વ્યક્તિને મળશે જેમના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ હશે.

આ પણ જુઓ - 
First published: May 14, 2020, 8:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading