બદલાશે હવે તમારૂ લેપટોપ અને કમ્પ્યુટર, ડ્યુઅલ સ્ક્રિન Windowsને લઈ થયો મોટો ખૂલાસો

News18 Gujarati
Updated: May 5, 2020, 4:52 PM IST
બદલાશે હવે તમારૂ લેપટોપ અને કમ્પ્યુટર, ડ્યુઅલ સ્ક્રિન Windowsને લઈ થયો મોટો ખૂલાસો
Windows 10x સૌથી પહેલા સિંગલ-સ્ક્રિન સાથે આવશે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે, વિન્ડોઝ માટે ડ્યુઅલ સ્ક્રિનની આશા લગાવીને બેઠેલા લોકોને તેની માટે હજુ થોડી રાહ જોવી પડશે.

Windows 10x સૌથી પહેલા સિંગલ-સ્ક્રિન સાથે આવશે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે, વિન્ડોઝ માટે ડ્યુઅલ સ્ક્રિનની આશા લગાવીને બેઠેલા લોકોને તેની માટે હજુ થોડી રાહ જોવી પડશે.

  • Share this:
માઈક્રોસોફ્ટના પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10x (Operating system)ની રાહ જોવાનું હવે ખતમ થવાનું છે. કંપનીએ પોતાના આ OSની જાણકારી ગત વર્ષે ઓક્ટોબરમાં આપી હતી. માઈક્રોસોફ્ટ વિન્ડોઝ (microsoft windows) અને ડિવાઈસના ચીફ પ્રોડક્ટ ઓફિસર Panos Panayએ પોતાના બ્લોગ પોસ્ટમાં કંપનીના નવા પ્લાનની ડિટેલ શેર કરી છે. બતાવવામાં આવ્યું કે, કેટલાક નવા ફિચર્સની સાથે આ ઓપરેટિંગ સિસ્ટમ મે મહિનામાં લોન્ચ કરી છે, જે વિન્ડોઝ 10 અપડેટ દ્વારા રજૂ કરવામાં આવશે.

પૈનેએ કહ્યું કે, Windows 10x સૌથી પહેલા સિંગલ-સ્ક્રિન સાથે આવશે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે, વિન્ડોઝ માટે ડ્યુઅલ સ્ક્રિનની આશા લગાવીને બેઠેલા લોકોને તેની માટે હજુ થોડી રાહ જોવી પડશે.

Panayએ લખ્યું કે, ગત ઓક્ટોબરની તુલનામાં હજુ દુનિયા ખુબ અલગ જગ્યાએ છે, જ્યારે અમે ડ્યુઅલ વિન્ડોઝ ડિવાઈસ માટે પોતાની પ્લાનિંગ શેર કરી હતી.

બ્લોગમાં આગળ કહેવામાં આવ્યું છે કે, વિન્ડોઝ 10X સાથે, તે સ્મૂથ રહે તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે, અને આપણે આપણું ધ્યાન સિંગલ-સ્ક્રિન વિન્ડોઝ 10X ડિવાઈસ તરફ ખેંચવામાં સક્ષમ કર્યું છે, જે અમારા ગ્રાહકોને કામ કરવામાં, સીખવામાં અને નવી રીતે રમવામાં મદદ કરવા માટે ક્લાઉડ પાવરનો ફાયદો ઉઠાવે છે.

તેમનું કહેવુ છે કે, આ સિંગ સ્ક્રિન ડિવાઈસ વિન્ડોઝ 10 એક્સનું પહેલું એક્સપ્રેશન હશે જે અમે અમારા ગ્રાહકો સુધી પહોંચાડીશું. ડ્યુઅલ સ્ક્રિનને લઈ Panay એ કહ્યું કે, ડ્યુઅલ સ્ક્રિન ડિવાઈસને બજારમાં લાવવા માટે કંપની અમારા OEM ભાગીદારો સાથે સંયોજન તરીકે હજુ પણ સાચા સમયની શોધ કરી રહી છે.

Microsoftએ ગત ઓક્ટોબરમાં નવા અપડેટની જાહેરાત કરી જેમાં ડ્યૂઅલ-સ્ક્રિન પીસીની સાથે સર્ફેસ Neo અને ડ્યુઅલ-સ્ક્રિન એન્ડ્રો-સંચાલિત ફોન છે જેને સર્ફેસ Duo કહેવામાં આવે છે. સર્ફેસ Neo આ રજાઓની સિઝનમાં આવવાનો હતો, પરંતુ Znet અનુસાર, નિયો અને બાકી ડ્યુઅલ સ્ક્રિન વાળા વિન્ડોઝ 10x ડિવાઈસોને 2020થી આગલ પણ મોડુ થઈ શકે છે.
First published: May 5, 2020, 4:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading