'મેડ ઇન ઇન્ડિયા' નહીં પાકિસ્તાની છે Mitron એપ, 2600 રૂપિયામાં ખરીદાયો હતો સોર્સ કોડ

News18 Gujarati
Updated: May 30, 2020, 3:23 PM IST
'મેડ ઇન ઇન્ડિયા' નહીં પાકિસ્તાની છે Mitron એપ, 2600 રૂપિયામાં ખરીદાયો હતો સોર્સ કોડ
ફાઇલ તસવીર

ન્યૂઝ18ને માલુમ પડ્યું કે મિત્રોં એપનો આખો સોર્સ કોડ પાકિસ્તાનની સૉફ્ટવેર કંપની Qboxus પાસેથી ખરીદવામાં આવ્યો છે.

  • Share this:
નવી દિલ્હી : ખૂબ ઝડપથી પ્રસિદ્ધ થઈ રહેલી વીડિયો શેરિંગ એપ મિત્રોં (Mitron) અંગે મહત્ત્વની જાણકારી મળી છે. ન્યૂઝ 18ના રિપોર્ટ પ્રમાણે ટિકટૉક (Tiktok)ને ટક્કર આપી રહેલી મિત્રોં એપ 'મેડ ઇન ઇન્ડિયા' (Made in India)નથી, ન તો તેને IITના વિદ્યાર્થીએ બનાવી છે. ન્યૂઝ 18ની તપાસમાં માલુમ પડ્યું છે કે મિત્રોં એપનો આખો સોર્સ કોડ, જેમાં તમામ ફિચર્સ અને યૂઝર ઇન્ટરફેસ સામેલ છે, તેને પાકિસ્તાનની સૉફ્ટવેર કંપની Qboxus પાસેથી ખરીદવામાં આવ્યો હતો. Qboxusના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઇરફાન શેખના જણાવ્યા પ્રમાણે, તેની કંપનીએ એપનો સોર્સ મિંત્રોંના પ્રમોટરને $34 એટલે કે આશરે 2600 રૂપિયામાં વેચ્યો હતો.

ન્યૂઝ18 સાથે વાતચીતમાં શેખે જણાવ્યું કે, "અમે આશા રાખીએ છીએ કે અમારા ગ્રાહકો અમારો કોડ ઉપયોગ કરીને પોતાની કોઈ પ્રોડક્ટ બનાવે, પરંતુ મિત્રોંને બનાવનાર લોકોએ અમારા જેવી જ પ્રોડક્ટ બનાવી છે. તેમણે ફક્ત લોગો (Logo) બદલીને સ્ટોર પર તેને મૂકી દીધી છે."

આ પણ વાંચો : કેન્દ્ર સરકારની ચેતવણી, દેશમાં 145 જિલ્લા બની શકે છે નવા હૉટસ્પોટ

શેખે આ ઉપરાંત જણાવ્યું કે, ડેવલપરે જે કર્યું છે તેનાથી કોઈ પરેશાની નથી, કારણ કે તેમણે સ્ક્રિપ્ટ માટે પૈસા આપ્યા છે, જેનો તેમણે ઉપયોગ કર્યો છે. પરંતુ સમસ્યા એ છે કે આ લોકો તેને ભારતીય એપ કરી રહ્યા છે, જે સત્ય નથી. એપમાં કોઈ ફેરફાર નથી કર્યો ત્યારે આવી વાત ફેલાવવી ખોટું છે. શેખે વધુમાં જણાવ્યું કે કંપનીએ મિત્રોંને codecanyon પર આશરે $34માં વેચી છે, જે આશરે 2600 રૂપિયા છે.

આ ઉપરાંત જ્યારે તેના ડેટા હૉસ્ટિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શેખે જમાવ્યું કે, Qboxus યૂઝરને ડેટા પોતાના સર્વર પર હોસ્ટ કરવાનો વિકલ્પ આપે છે. પરંતુ મિત્રોંના ડેવલપરે આ વિકલ્પ પસંદ નથી કર્યો, તેમણે પોતાના સર્વર પર હોસ્ટનો વિકલ્પ પસંદ કર્યો છે.

આ પણ વાંચો : શાહિદ અફ્રિદીનો દાવો- તાલિમ માટે પાકિસ્તાન આવ્યો હતો આ ભારતીય ક્રિકેટર 

ન્યૂઝ 18ના ઈ-મેલના જવાબમાં ઇ-કૉમર્સ શૉપકિલરે (મિત્રોં એપના પ્રમોટર) કહ્યુ કે, "અમે અમારું કામ શાંતિથી કરવા માંગીએ છીએ. અમે નથી ઇચ્છતા કે લોકો અમને અમારા નામથી ઓળખે. મને આ ન્યૂઝ થોડા નિરાશાજનક લાગ્યા. અમે ઇચ્છીએ કે તમે એ સત્યને પ્રકાશિત કરો કે અમે આ એપ પાછળ ખૂબ મહેનત કરીએ છીએ. એપને બનાવવાનો ઉદેશ્ય લોકોને ફક્ત 'મેક ઇન ઇન્ડિયા' વિકલ્પ આપવાનો હતો."

આ પહેલા રિપોર્ટ આવ્યો હતો કે લોંચ થયાના એક જ મહિનામાં મિત્રોં એપને ગૂગલ સ્ટોર પર પાંચ મિલિયન (50 લાખ)થી વધારે ડાઉનલોડ કરવામાં આવી ચુકી હતી. સાથે જ એવી વિગત સામે આવી હતી કે આ એપ્લિકેશન IIT રુરકી (IIT Roorkee)ના એક વિદ્યાર્થીએ બનાવી છે.
First published: May 30, 2020, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading