10 હજારથી ઓછી કિંમતમાં લૉન્ચ થયો Redmi 9 Prime, મળશે અત્યાર સુધીની સૌથી મોટી બેટરી!

News18 Gujarati
Updated: August 4, 2020, 2:57 PM IST
10 હજારથી ઓછી કિંમતમાં લૉન્ચ થયો Redmi 9 Prime, મળશે અત્યાર સુધીની સૌથી મોટી બેટરી!
Xiaomiએ Redmi 9 Primeને બે વેરિઅન્ટમાં રજૂ કર્યો, આવો જાણીએ આ નવા ફોનના ફીચર્સ...

Xiaomiએ Redmi 9 Primeને બે વેરિઅન્ટમાં રજૂ કર્યો, આવો જાણીએ આ નવા ફોનના ફીચર્સ...

  • Share this:
શિયોમી (Xiaomi)એ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન રેડમી 9 પ્રાઇમ (Redmi 9 Prime) લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આ ફોનની પ્રારંભિક કિંમત માત્ર 9,999 રૂપિયા રાખી છે. આ બજેટ ફોનમાં મીડિયાટેક Helio G80 ચિપસેટ છે. શિયોમીએ ફોનને બે વેરિઅન્ટ 4GB+64GB અને 4GB+128GBમાં રજૂ કર્યા છે. ફોનનો પહેલો સેલ અમેઝોન પ્રાઇમ ડે દરમિયાન 6 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. સાથોસાથ ફોનને mi.comથી પણ ખરીદી શકાશે. આવો જાણીએ ફોનના ફીચર્સ વિશે...

રેડમી 9 પ્રાઇમના 4GB+64GB વેરિઅન્ટનો ભાવ 9,999 રૂપિયા અને 4GB+128GBનો ભાવ 11,999 રૂપિયા છે. રેડમી 9 પ્રાઇમમાં 6.53 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. પ્રોટેક્શન માટે ફોન પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે ડિસ્પ્લેની સાથે યૂઝર્સને કન્ટેન્ટ જોવાનો ઉત્તમ અનુભવ મળશે. કંપનીનું કહેવું છે કે એન્ડ્રાઇડ 10 બેઇઝ્ડ ડાર્ક મોડ ફીચર આંખો પર ઓછી અસર કરશે.

રેડમી 9 પ્રાઇમને કંપનીએ સ્પેસ બ્લૂ, મિન્ટ ગ્રીન, સનસાઇઝ ફ્લેયર અને મેટ બ્લેક કલરમાં લૉન્ચ કર્યો છે. રેડમીના આ ફોનમાં 2.0 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે ARM માલી G52 GPU છે. કંપનીનો દાવો છે કે આ પ્રોસેસરની સાથે ફોનની ગેમિંગ અને ઓવરઓલ પર્ફોમન્સ દમદાર છે.આ પણ વાંચો, કૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ફોનમાં 4 રિયર કેમેરા

રેડમી 9 પ્રાઇમમાં 13 મેગાપિક્સલનો AI પ્રાઇમરી, 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ એન્ગલ, 5 મેગાપિક્સલ મૈક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ AI ફ્રન્ટ કેમેરા છે.

આ પણ વાંચો, Exclusive: સુશાંત સિંહ રાજપૂત સાથે અન્યાય થયો, CBI તપાસથી મળશે ન્યાય- બિહાર CM નીતીશ કુમાર

પાવર આપવા માટે રેડમી 9 પ્રાઇમમાં 5020mAh બેટરી આપવામાં આવી છે, જે 18 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. પરંતુ ફોનની સાથે બોક્સમાં 10 વૉટ ફાસ્ટ ચાર્જર મળે છે. કંપનીનું કહેવું છે કે પ્રાઇમ સીરીઝના સ્માર્ટફોન્સમાં આપવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી બેટરી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 3.5 એમએમ ઓડિયો જેક, વાયરલેસ એફએમ રેડિયો, આઈઆર બ્લાસ્ટર, બ્લૂટૂથ 5.0 આપવામાં આવે છે.
Published by: Mrunal Bhojak
First published: August 4, 2020, 2:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading