વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, ટૂંક સમયમાં ઈન્ટરનેટની સ્પીડ 5Gથી પણ હશે ફાસ્ટ

News18 Gujarati
Updated: May 14, 2020, 6:51 PM IST
વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, ટૂંક સમયમાં ઈન્ટરનેટની સ્પીડ 5Gથી પણ હશે ફાસ્ટ
ડાયોડની ખાસ વાત એ છે કે, તે ખૂબ જ ઉચ્ચ ગતિનું ઈલેક્ટ્રો પ્રવાહ કરાવવામાં સક્ષમ છે

વૈજ્ઞાનિકોએ એક ખાસ ઉપકરણ તૈયાર કરી લીધુ છે, જેતી ગતી 5Gની ક્ષમતા કરતા પણ ખૂબ વધારે જોવા મળી છે.

  • Share this:
નવી દિલ્હી : શું તમે ઈચ્છો છો કે, તમારા ઈન્ટરનેટની ગતી ખૂબ ફાસ્ટ થઈ જાય? શું તમને પણ લાગે છે કે, વર્તમાનમાં જે 5G ટેક્નોલોજી હાઈ સ્પીડ ઈન્ટરનેટનો દાવો કરી રહી છે, તેમાં સુરક્ષા એક ચિંતાનો વિષય છે. હવે તમારી ચિંતા થોડા વર્ષમાં દૂર થઈ શકે છે. કેમ કે, વૈજ્ઞાનિકોએ એક ખાસ ઉપકરણ તૈયાર કરી લીધુ છે, જેતી ગતી 5Gની ક્ષમતા કરતા પણ ખૂબ વધારે જોવા મળી છે.

ક્યાં તૈયાર થયું છે આ ઉપકરણ

એક ભૌતિક શોધકર્તા ડેવિડ સ્ટ્રોમ અને એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયર ટેલર ગ્રોડેને એમેરિકાની નેવલ રિસર્ચ લેબ સાથે મળીને નવું ગેલિયમ નાઈટ્રાઈડ આધારિત આ ઈલેક્ટ્રિકલ ઉપકરણ બનાવ્યું છે. તેમણે તેને રેઝોનેન્ટ ટનિલિંગ ડાયોડ (RTD) નામ આપ્યું છે.

શું કરી શકે છે આ ડાયોડ

આ ડાયોડની ખાસ વાત એ છે કે, તે ખૂબ જ ઉચ્ચ ગતિનું ઈલેક્ટ્રો પ્રવાહ કરાવવામાં સક્ષમ છે. આ એક ખાસ પ્રક્રિયાની સંભવ થાય છે, જેને ક્વાંટમ ટનિલિંગ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાથી કમ્પ્યુટરના માઈક્રોપ્રોસેસરમાં સેમીકન્ડક્ટર ક્વાંટમ ગતીથી કામ કરે છે, જે સામાન્યથી ડાયોડના મુકાબલે ખૂબ જ તેજ ગતી પકડે છે. આ ટેકનિકને ક્વાંટમ કમ્પ્યૂટિંગ કહેવામાં આવે છે.

કયા ક્ષેત્રમાં મળશે મદદઆ ડાયોડની ડિઝાઈન્સે કરન્ટ આુટપુટ અને સ્વિચિંગ સ્પીડમાં રેકોર્ડ તોડ પરિણામ આપ્યું છે. આનાથી એ એપ્લિકેશન્સને ફાયદો થશે. જેને મલિમિટર વેવમાં ઈલેક્ટોમેગ્નેટિસ અને ટેરાહર્ટસમાં ફિક્વન્સીની જરૂરત હશે. આ એપલિકેશન્સનો નેટવર્કિંગ અથવા કે ઈન્ટરનેટ, સેંસિંગ વગેરે ક્ષેત્રમાં ઉપયોગ ખૂબ લાભકારી બની શકે છે.

પકડાર પણ છે

સ્ટ્રોમનું કહેવું છે કે, ઉચ્ચ કાર્ય ઉત્પાદન આપનાર ટનિલિંગ ઉપકરણ મુશ્કેલ હોઈ શખએ છે કેમ કે, તેને અણુઓના સ્તર પર સટીક ઈન્ટરફેસની જરૂરત પડે છે. આ સિવાય આ ઘણા સ્ત્રોતોમાં સ્કેટરિંગ અને લીકેજ પ્રતિ ખૂબ સંવેદનશીલ હોય છે.

આ પણ થયું સરળ

સ્ટ્રોમે કહ્યું કે, અત્યાર સુધી ગેલિયમ નાઈટ્રાઈડ સાથે નિર્માણના દ્રષ્ટિકોણ સાથે કામ કરવું મુશ્કેલ હતું. પરંતુ તો પણ અમારી ડિઝાઈનના કારણે આ સરળ બની ગયું છે. વૈજ્ઞાનિકોને મળી આવ્યું કે, RTD ડિઝાઈનમાં સળંગ સુધાર કરતા પાવર ક્ષમતા ઘટાડ્યા વગર, તેના આઉટપુટને શાનદાર કરતા રહીશું.
First published: May 14, 2020, 6:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading