ચીનની TikTokને ટક્કર આપશે આ ભારતીય એપ, 1 મહિનામાં 5 મિલિયન ડાઉનલોડનો રેકોર્ડ, જાણો ખાસ ફિચર્સ

News18 Gujarati
Updated: May 27, 2020, 4:52 PM IST
ચીનની TikTokને ટક્કર આપશે આ ભારતીય એપ, 1 મહિનામાં 5 મિલિયન ડાઉનલોડનો રેકોર્ડ, જાણો ખાસ ફિચર્સ
પ્રતિકાત્મક તસવીર

આઈટીઆઈ રુકડીના એક વિદ્યાર્થીએ મિત્રો એપ બનાવી છે. જે બિલ્કુલ ચીની એપ ટિકટોક જેવું જ કામ કરે છે.

  • Share this:
નવી દિલ્હીઃ ચીની એપ ટિકટોક (Tiktok) ભારતમાં ખૂબજ લોકપ્રિય છે. પરંતુ ટૂંક સમયમાં એક ભારતીય એપ ટક્કર આપી શકે છે. આઈટીઆઈ રુકડીના એક વિદ્યાર્થીએ મિત્રો એપ બનાવી છે. જે બિલ્કુલ ચીની એપ ટિકટોક જેવું જ કામ કરે છે. ટિકટોક નાના વીડિયો બનાવવા અને પોસ્ટ કરવા માટે લોકપ્રિય છે. કોરોના મહામારી પછી યુવાનોમાં ચીન વિરુદ્ધની ભાવનાઓ છે. આ સાથે એક બીજું આકર્ષક એ પણ છે કે મિત્રો શબ્દ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં છાસવારે કરે છે.

1 મહિનામાં 50 લાખ લોકોએ કરી ડાઉનલોડ
લોન્ચ થયાના એક મહિનાની અંદર આ એપ ગૂગલ પ્લે સ્ટોરથી 5 મિલિયન (50 લાખ)થી વધારે ડાઉનલોડ કરવામાં આવી છે. અને તે બીજા નંબર ઉપર પણ આવી ગઈ છે. અત્યારે પણ ટિકટોકના ભારતમાં આશરે 600 મિલિયન સબ્સક્રાઈબર્સથી ખૂબજ દૂર છે પરંતુ આનું આકર્ષક નામ અને સરખા ફોર્મેટના કારણે આ ટિકટોકને ભારે ટક્કર આપી શકે છે.

આ પણ  વાંચોઃ-કોરોનાથી નહીં કડક લોકડાઉનના કારણે થઈ શકે છે વધારે લોકોના મોતઃ નિષ્ણાતો

ટિકટોક ભારતમાં લોકપ્રિય છે પરંતુ પોતાના કન્ટેન્ટ અંગે તે વિવાદોમાં પણ રહી છે. અસભ્ય વસ્તુઓ અને વાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધી વિવાદો અંગે સરકાર પણ તેને નોટિસ મોકલી ચૂકી છે. બીજો વિવાદ એ છે કે શું કંપની આનો ડેટા ચીનમાં સ્ટોર કરે છે.આ એપ થકી બનાવી શકીએ છીએ ઈનોવેટિવ વીડિયો
મિત્રો એપના નિર્માતાઓએ પ્લે સ્ટોર ઉપર આ અંગે લખ્યું છે કે મિત્રોને લોકોને પોતાના ઈનોવેટિવ વીડિયોને હાસ્યની સાથે શેર કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આનાથી યુઝર્સને વીડિયો બનાવવા, એડિટ અને શેર કરવા માટે સરળ કોઈપણ અડચણ વગરનું ઈન્ટરફેસ મળે છે. આ સાથે તેઓ આખી દુનિયાના ટોપ વીડિયોની લાઈબ્રેરી થકી બ્રાઉઝ પણ કરી શકે છે.
First published: May 27, 2020, 4:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading