Encrypted હોવા છતાં ડ્રગ્સ મામલે ચેટ સામે આવતા, WhatsAppએ કહી આ વાત

News18 Gujarati
Updated: September 25, 2020, 4:43 PM IST
Encrypted હોવા છતાં ડ્રગ્સ મામલે ચેટ સામે આવતા, WhatsAppએ કહી આ વાત
વોટ્સઅપ

Whatsappના પ્રવક્તાએ ગુરુવારે કહ્યું કે Whatsapp પોતાના મેસેજ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શન દ્વારા સુરક્ષિત રાખે છે

  • Share this:
ઇન્સ્ટેંટ મેસેજિંગ એપ WhatsApp હંમેશા દાવો કરે છે કે તેની તમામ ચેટ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ (End-to-end Encyption) હોય છે. પણ સુશાંત સિંહ રાજપૂત મામલે (Sushant Singh Rajput Case) તપાસમાં જે રીતે એક પછી એક Whatsapp ચેટ સામે આવી છે તેનાથી અનેક સવાલ ઊભા થયા છે. સામાન્ય લોકોનું કહેવું છે કે જો વોટ્સઅપ એનક્રિપ્શન હોય તો પછી આ બધી ચેટ્સ કેવી રીતે સામે આવી રહી છે? નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરના 2017ના Whatsapp ચેટને આધાર બનાવાનીને તેને સમન મોકલ્યો છે. આ ચેટ્સમાં ટેલેન્ટ એજન્ટ જયા શાહના સ્માર્ટફોનથી એક્સેસ કરવામાં આવ્યો છે. Whatsappએ ગુરુવારે કહ્યું કે તેમના પ્લેટફોર્મ પર મેસેજને કોઇ થર્ડ પાર્ટીને એક્સસ નથી કરી શકતું.

Whatsappના પ્રવક્તાએ ગુરુવારે કહ્યું કે Whatsapp પોતાના મેસેજ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શન દ્વારા સુરક્ષિત રાખે છે જેથી તમે જેનાથી વાત કરો ખાલી તે વ્યક્તિ જ તમારા મેસેજ વાંચી શકે. આ વચ્ચે કોઇ ત્રીજું વ્યક્તિ આ મેસેજને એક્સેસ નથી કરી શકો. ત્યાં સુધી કે Whatsapp પણ નહીં. ત્યારે એ જાણવું મહત્વપૂર્વ છે કે Whatsapp પર સાઇન ઇન પછી મોબાઇલ નંબરની જરૂરીયાત નથી પડતી. વોટ્સઅપની પાસે પોતાના મેસેજ કોન્ટેન્ટની એક્સેસ નથી હોતી.
એનડીટીવીના પ્રવક્તાથી વાતચીતમાં તેમણે કહ્યું કે અમે ઓપરેટિંગ સિસ્ટમ મેન્યૂફેક્ચર દ્વારા ઉપલબ્ધ કરાવેલ ઓન સ્ટોરેજ ગાઇડલાઇનને ફોલો કરીએ છીએ. અને અમે તે વાત પર ભાર આપીએ છીએ કે તમામ લોકો તમામ સિક્યોરિટી ફિચર્સનો ઉપયોગ કરે. મજબૂત પાસવર્ડ કે બાયોમેટ્રિક આઇડી તેમાં સામેલ છે. જેથી કોઇ થર્ડ પાર્ટી તેને એક્સેસ ન કરી શકે.

કેટલાક લોકોનું માનવું છે કે આ મેસેજને મોબાઇલ ફોન ક્લોનિંગ દ્વારા એક્સેસ કરી શકાય છે. 2005માં ફોન ક્લોનિંગનું ચલણ હતું. જેમાં ક્લોન્ડ ફોન વોટ્સઅપ બેક અપ ચેટ પણ એક્સેસ કરી શકાય છે. બેક અપ ચેટ જ્યાં પણ સ્ટોર કરાય છે કે એનક્રિપ્ટેડ નથી હોતી.

વધુ વાંચો : શું ખરેખર ભારતીયો સૌથી વધુ અનફિટ છે?

ક્લોનિંગ એક તેવી રીતે છે જેમાં ટાર્ગેટ ફોનનો ડેટોથી લઇને સેલુલર ઓળખ નવા ફોનમાં કોપી કરી લે છે. વર્તમાનમાં આ કામ એક એપ દ્વારા કરવામાં આવે છે. આ માટે ટાર્ગેટ ફોનને એક્સેસ કરવાની પણ જરૂર નથી હોતી. આ પ્રોસેસમાં ઇન્ટરનેશનલ મોબાઇલ સ્ટેશન ઇન્કિપ્ટમેન્ટ આઇડેંટિટી નંબરમાં પણ ટ્રાંસફર કરી શકાય છે. જો કે કોઇ પણ વ્યક્તિ કે ઓથોરિટીનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે. પણ ફોરેન્સિક રીતે તેનો ઉપયોગ થાય છે.

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ મામલે દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર સિવાય રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનનું નામ પણ સામે આવ્યું છે. રકુલપ્રીત NCBની ઓફિસમાં તપાસ માટે પહોંચી ચૂકી છે.
Published by: Chaitali Shukla
First published: September 25, 2020, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading