....જ્યારે મા સાથે અફેરની અફવાથી પરેશાન થઇ ગયો હતો રાહુલ રોય
રાહુલ રોય (Rahul Roy)નાં ભાઇએ આપેલી માહિતી પ્રમાણે, કારગિલમાં વાતાવરણ ખુબજ ઠંડુ હતું જેને કારણે રાહુલને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેને કારગિલથી શ્રીનગર અને બાદમાં મુંબઇ (Mumbai)ની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, રાહુલની હાલતમાં હાલમાં સુધારા પર છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટર રાહુલ રોય (Rahul Roy)ને બ્રેન સ્ટ્રોક બાદ મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 1990ની મ્યૂઝિકલ બ્લોકબસ્ટર ફિલ્મ આશિકી (Ashiqui) ફેઇમ એક્ટરનું ઇલાજ (Rahul Roy Hospitalised) મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં થઇ રહ્યું છે. પારિવારિક સૂત્રો મુજબ તેની હાલાત સુધારા પર છે. તે તેની અપકમિંગ ફિલ્મ LAC: લિવ ધ બેટલની શૂટિંગ કરતાં સમયે કારગિલમાં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો.


રાહુલ રોયે એક વખત એક અજીબો ગરીબ કિસ્સો એક ઇન્ટરવ્યૂમાં સંભળાવ્યો હતો. રાહૂલે એક ન્યૂઝ વેબસાઇટ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તે એક વખત તેનાં મિત્ર સાથે પાર્ટી કરવાં એક હોટલમાં ગયો હતો તે સમયે રાહુલની માતા પણ તેની મિત્રો સાથે ત્યાં હતી. તેમણે અને રાહુલે સાતે ડાન્સ કર્યો તો બીજા દિવસે અખબારમાં ખબર આવી કે, રાહુલનું કોઇ મોટી ઉંમરની મહિલા સાથે અફેર છે અને તે તેની સાથે ડાન્સ કરતો નજર આવ્યો છે. રાહુલે આ ખબર પર નારાજગી જતાવી હતી. અને કહ્યું હતું કે, ખબર છાપતા પહેલાં તેમને કન્ફર્મ કરવું જોઇએ કે તે મહિલા કોણ છે.


પર્સનલ લાઇફની વાત કરીએ તો રાહુલને બે વર્ષનાં ડેટિંગ બાદ મોડલ રાજલક્ષ્મી ખાનવિલકર સાથે લગ્ન કર્યા હતાં બંનેએ વર્ષ 2000માં લગ્ન કર્યા હતાં. રાજલક્ષ્મીનાં આ બીજા લગ્ન છે. આ પહેાલં તેણે એક્ટર સમીર સોની સાથે લગ્ન કર્યા હતાં. બાદમાં સમીરે એક્ટ્રેસ નીલમ સાથે લગ્ન કર્યા હતાં.