

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર જે તેની ફિટનેસ માટે જાણીતો છે. તે પણ હવે કોરોનાની ચપેટમાં આવી ગયો છે. હાલમાં ઇન્ડસ્ટ્રીમાં બધા જ સ્ટાર્સે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. અને ઇચ્છા હોવા છતાં તેઓ સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઇડલાઇન સંપૂર્ણ ફોલો ન કરી શકતા હોવાથી એક બાદ એક કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે.


બોલિવૂડનાં ખતરો કે ખિલાડી અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે તેણે તેનાં સંપર્કમાં આવેલાં તમામ લોકોને કોરોના રિપોર્ટ કરાવી લેવાની સલાહ આપી છે. તો બીજી તરફ જોઇએ તો આ સ્ટાર્સ પાસે મુંબઇ ઉપરાંત ગોવા અને કેનેડામાં પણ ઘર છે. તેઓ અહીં સુંદર સમય વિતાવી શકે છે.


અને પોતને સેફ રાખી શકે છે જોકે ઇન્ડસ્ટ્રીમાં હાલમાં ઘર ઘરમાં કોરોના ફેલાઇ ગયો છે. ત્યારે ચાલો એક નજર કરીએ અક્ષય કુમારનાં મુંબઇ, ગોવા અને કેનેડાનાં ઘરની તસવીરો પર..


અક્ષય કુમારની પાસે મુંબઇમાં ત્રણ ઘર છે. તે પત્ની અને બાળકો સાથે જુહૂ સ્થિત ડુપ્લેક્સમાં રહે છે. જેની કિંમત આશરે 80 કરોડ રૂપિયા છે. આ ઘરને ટ્વિંકલ ખાને પોતે સજાવ્યું છે. આ બંગ્લો સી ફેસિંગ છે. તો આ ઉપરાંત અક્ષય કુમારનું બાન્દ્રામાં ડુપ્લેક્સ છે અને લોખંડવાલામાં તેનો એક ફ્લેટ પણ છે.


આ ઉપરાંત અક્ષય કુમારની પાસે ટોરેન્ટોમાં બંગલો છે. અહીં અક્ષય કુમારે એક આખો પર્વત વિસ્તાર ખરીદી લીધો છે. અક્ષય કુમાર ટોરેન્ટોમાં પોશ એપાર્ટમેન્ટ અને બંગલાનો માલિક પણ છે. જ્યાં તે તેનાં પરિવાર સાથે રજાઓ ગાળવા જતો રહેતો હોય છે.


આ ઉપરાંત અક્ષય કુમારની પાસે ગોવામાં પણ એક બંગલો છે. જ્યાં તે અવાર નવાર જતો હોય છે. આશરે 10 વર્ષ પહેલાં અક્ષય કુમારે આ વિલા 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અક્ષય કુમારનો આ બંગલો દરિયા કિનારે છે. અહીં તે પરિવાર સાથે આવતો જતો રહેતો હોય છે. તેનો પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ છે.


અક્ષય કુમારનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે સૂર્યવંશી ઉપરાંત સારા અલી ખાન સાથે અતરંગી રેમાં નજર આવશે.