

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: નતાશા સ્ટેનકોવિક (Natasa Stancovic) મા બની ગઇ છે. તેણે દીકરાને જન્મ આપ્યો છે. આ તેનું અને હાર્દિક પંડ્યા (Hardik Pandya)નું પહેલું બાળક છે. એવામાં બંનેની ખુશી સમાતી નથી. નતાશા અને હાર્દિક પંડ્યાનાં માતા-પિતા બનવા પર તેમને સોશિયલ મીડિયા પર ખુબ બધી વધામણીઓ મળી રહી છે.


નતાશાનાં એક્સ બોયફ્રેન્ડ અલી ગોનીએ પણ તેમની એક તસવીર કરી છે. જેની સાથે અલીએ નતાશાને મા બનવા પર વધામણા આપ્યા હતાં.


અલી ગોનીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક્સ ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિકની સાથે ફોટો શેર કર્યો છે. જેનાં દ્વારા તેણે એક્ટ્રેસને મા બનવાની વધામણી આપી છે. ફોટોની સાથે અલી ગોનીએ કેપ્શનમાં લખ્યુ છે.. અરે મમ્મી બની ગઇ છે. મુબારક હો નતાશા સ્ટેનકોવિક, હાર્દિક પંડ્યા


અલી ગોની ઉપરાંત નતાશા અને હાર્દિકને ક્રિકેટર્સ અને બોલિવૂડ સ્ટાર્સ માતા-પિતા બનવાની વધામણી થઇ ચૂકી છે.