

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં કોરોનાનો કહેર જે પ્રમાણે વરસી રહ્યો છે તે પરથી માલૂમ થાય છે કે બોલિવૂડનાં મોટાભાગનાં સિતારાઓ તેની ચપેટથી દૂર નથી રહ્યાં. ઇન્ડસ્ટ્રીમાં એક બાદ એક સિતારાઓનાં કોરોનાગ્રસ્ત (Corona Positive) થયાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ગત રોજ અક્ષય કુમાર અને ગોવિંદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે ભૂમિ પેડનેકર અને વિક્કી કૌશલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) કોરોના પોઝિટિવ (Corona Positive)આવી છે. તેની જાણકારી તેણે જાતે જ સોશિયલ મીડિયા પર આપી છે. ભૂમિએ જણાવ્યું કે, આમ તો તેને સારુ છે. પણ કોરોનાનાં હળવાં લક્ષણો છે. ડોક્ટરની સાથે ટચમાં છુ અને તમામ સાવધાનીઓ રાખી રહી છું. આ સાથે જ તેણે તે લોકોને પણ તેમનો કોરોનાં રિપોર્ટ કરવાની સલાહ આપી છે જેઓ ગત દિવસોમાં તનાં સંપર્કમાં આવ્યાં હોય.


ભૂમિ પેડનેકર ઉપરાંત વિક્કી કૌશલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોશિયલ મીડિયા પર તેણે ફેન્સને આ માહિતી આપી છે. આખા બોલિવૂડ પર કોરોનાનું સંકટ તોડાઇ રહ્યું છે. એક બાદ એક સેલિબ્રિટીઝ કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે.