Happy Birthday Rajinikanth: ક્યારેક બસ કંડક્ટરની નોકરી કરતા હતા રજનીકાંત,આજે છે ઇન્ડસ્ટ્રીનાં બાદશાહ
Happy Birthday Rajinikanth: આજે તેમનાં ફેન્સ ટ્વિટર પર '70th Birthday CDP' એટલે કે કોમન ડિસ્પ્લે પિક્ચરને વાયરલ કરી રહ્યાં છે. આ તેમનાં 70મો જન્મ દિવસની તૈયારીઓ થઇ રહી છે. રજનીકાંત (Rajnikanth) આગામી વર્ષે તેમની રાજકીય પાર્ટી બનાવવાનાં છે જે બાદ તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભારતનાં દિગ્ગજ એક્ટર અને સુપરસ્ટાર રજનીકાંતનો આજે જન્મ દિવસ છે. 12 ડિસેમ્બર 1950નાં બેંગ્લુરુમાં જન્મેલા રજનીકાંતે ખુબજ મહેનતથી આજે જે જગ્યા હાંસેલ કરી છે. આજે તેનાં ફેન્સ ટ્વિટર પર 70th Birthday CDP એટલે કે કોમન ડિસ્પ્લે પિક્ચરને વાયરલ કરી રહ્યાં છે. આ તેમનાં 70મો જન્મ દિવસની તૈયારીઓ થઇ રહી છે. (PHOTO:SOCIAL MEDIA)


રજનીકાંતનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ હતું તેમનું બાળપણ ઘણું ગરીબાઇમાં પસાર થયું. બાળપણમાં જ તેમની માતાનું નિધન થઇ ગયું હતું. (PHOTO:SOCIAL MEDIA)


ઘર ચલાવવાની જવાબદારી તેમનાં ખભા પર હતી. ઘર ચલાવવા માટે રજનીકાંતે કુલી સુધીનું કામ કર્યું હતું. (PHOTO:SOCIAL MEDIA)


રજનીકાંતે એક્ટિંગ કરિયરની શરૂઆત કન્નડ નાટકોથી કરી હતી. તે મહાભારતનાં દુર્યોધનનાં રૂપમાં તેનાં અભિનયનાં ઘણાં વખાણ કર્યા હતાં. (PHOTO:SOCIAL MEDIA)


રજનીકાંતે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરતાં પહેલાં તમિલ ભાષામાં શિક્ષા લીધી હતી. તેમની પહેલી ફિલ્મ અપૂર્વા રાગનગાલ હતી. આ ફિલ્મમાં કમલ હાસન પણ નજર આવ્યા હતાં. (PHOTO:SOCIAL MEDIA)


ફિલ્મોમાં રજનીકાંતને સફળતા બિલ્લા ફિલ્મથી મળી હતી. અમિતાભ બચ્ચનની વર્ષ 1978માં આવેલી ફિલ્મ 'ડોન' બિલ્લાની જ રિમેક હતી. (PHOTO:SOCIAL MEDIA)


આપને જણાવી દઇએ કે, રજનીકાંતે મુંદર મૂગમ નામની ફિલ્મમાં પહેલી વખત ત્રિપલ રોલ કર્યો હતો. ફિલ્મમાં તેનાં અભિનયે તમિલનાડુ સરકારે તેમનાં બેસ્ટ એક્ટર એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતાં. (PHOTO:SOCIAL MEDIA)


'અંધા કાનૂન' ફિલ્મ રજનીકાંતની પહેલી હિન્દી ફિલ્મ હતી. અમિતાભ બચ્ચન, હેમા માલિની અને રીની રોય પણ આ ફિલ્મનો ભાગ હતાં. આ ફિલ્મમાં પણ રજનીકાંત અમિતાભ બચ્ચનની સાથે નજર આવ્યાં હતાં. (PHOTO:SOCIAL MEDIA)


આપને જાણીને વિશ્વાસ નહીં થાય કે, રજનીકાંતે ફક્ત તમિલ અને હિન્દી જ નહીં, મલયાલમ, કન્નડ, તેલુગૂની સાથે સાથે બંગાળી ફિલ્મમાં કામ કર્યું છે. ભાગ્ય દેવતા નામની એક બંગાળી ફિલ્મમાં રજનીકાંત નજર આવ્યા હતાં.


રજનીકાંતને વર્ષ 2000માં પદ્મભૂષણ અને 2016માં પદ્મવિભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. (PHOTO:SOCIAL MEDIA)