Happy Birthday: અંદરથી આવું દેખાય છે રીતિક રોશનનું ઘર, જુઓ Inside Photos
રિતિક રોશનનાં ઘરનું ઇન્ટિરિયર ડિઝાઇન આર્કિટેક્ટ આશીષ શાહે ડિઝાઇન કર્યું છે. આશીષ શાહે કૈટરીના કૈફના ઘરની ડિઝાઇન્સ જોઇ હતી. અને તે જોઇને જ રીતિકે પોતાનાં ઘરની ડિઝાઇન આશીષ શાહ પાસે કરાવવાં તેને પસંદ કર્યો હતો. અને તે બાદ જ રીતિક તેનો કોન્ટેક્ટ કર્યો હતો.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આજે રીતિક રોશનનો 47મો જન્મ દિવસ છે. તેનો જન્મ 10 જાન્યુઆરી 1974નાં થયો હતો. રીતિક રોશન તેની એક્ટિંગ અને પર્સનલ લાઇફને કારણે તો હમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે આ ઇન્ડસ્ટ્રીનાં હાર્ટ થ્રોબનું ઘર પણ એટલું જ સુંદર છે.


તે મુંબઇમાં જુહૂ સ્થિત સી ફેસિંગ એપાર્ટમેન્ટમાં રહે છે. અહીં તેની સાથે તેનાં માતા પિતા રહે છે. અને તેનાં બે બાળકો રિહાન અને રિદાન પણ તેની સાથે ક્યારેક ક્યારેક રહેવાં આવે છે.


રિતિક રોશનનાં બંગલાનું ઇન્ટિરિયર ડિઝાઇન આર્કિટેક્ટ આશીષ શાહે ડિઝાઇન કર્યું છે. આશીષ શાહે કૈટરીના કૈફના ઘરની ડિઝાઇન્સ જોઇ હતી. અને તે જોઇને જ રીતિકે પોતાનાં ઘરની ડિઝાઇન આશીષ શાહ પાસે કરાતેને પસંદ કર્યા બાદ જ રીતિક તેનો કોન્ટેક્ટ કર્યો હતો.


અક્ષય કુમાર અને રીતિક રોશન પાડોશી છે. જુહૂ સ્થિત સી-ફેસિંગ પ્રાઇમ બીચ બિલ્ડિંગમાં બન્નેનું ઘર છે. અક્ષય આ એપાર્ટમેન્ટમાં ગત કેટલાક વર્ષોથી રહે છે. આ બિલ્ડિંગના ચાર ફ્લેટ અક્ષયના છે. જ્યારે રીતિક 2015માં ત્રીજા માળ પર શિફ્ટ થયો છે.