B'Day: રિતિક રોશનથી અલગ થયા બાદ આ સુંદર ઘરમાં રહે છે સુઝૈન, જુઓ તેનાં ઘરનો તસવીરો
રિતિક રોશનથી (Hrithik Roshan) અલગ થયા બાદ એક્સ વાઇફ સુઝૈન ખાન (Sussanne Khan)એ તેનાં મુંબઇ સ્થિત ઘરનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે તેણે જાતે ડિઝાઇન કર્યો છે. સુઝૈનનું આ ઘર ઘણી એન્ટિક વસ્તુઓ છે. અને તેની બાલકની માંથી સુંદર નજારો જોવા મળે છે.


મુંબઇ: બોલિવૂડ એક્ટર રિતિક રોશન (Hrithik Roshan)ની એક્સ વાઇફ અને ઇન્ટીરિયર ડિઝાઇનર સુઝૈન ખાન (Sussanne Khan)એ હાલમાં તેનાં મુંબઇ સ્થિત ઘરનોએક વીડિયો શેર કર્યો છે. જે જોયા બાદ તમારી આંખો પહોળી થઇ જશે. 18 મિનિટનાં આ વીડિયોમાં સુઝૈન તેનાં ઘરની ઝલક બતાવી છે. જુહૂ સ્થિત આ એપાર્ટમેન્ટને સુઝેને જાતે ડિઝાઇન કર્યુ છે. આ ઘર 15માં માળે છે. જેને બે એપાર્ટમેન્ટ ભેગા કરીને બનાવવામાં આવ્યું છે. (photo credit: instagram/@suzkr)


આ એપાર્ટમેન્ટમાં એક મોટો અને એક્સપેન્સિવ લિવિંગ રૂમની સાથે મલ્ટિપલ સિટિંગ એરિયા છે જે આ એપાર્ટમેન્ટની સૌથી મોટી ખાસિયત છે. આ સાથે જ તેમનું કિચન પણ ઘણું શાનદાર છે. જેને જોયા બાદ સૌની આંખો પહોળી થઇ જશે. (photo credit: instagram/@suzkr)


વીડિયોમાં સુઝૈન જણાવે છે કે, કેવી રીતે તેમણે તેમનાં ડાઇનિંગ રૂમને ઓફિસમાં બદલી નાંખ્યો છે. જ્યાં તે તેનું કામ કરે છે. સુઝૈને જણાવ્યું કે, તે તેણે તેનું ઘર જાતે જ ડિઝાઇન કર્યું છે (photo credit: instagram/@suzkr)


સુઝૈને એક ઇન્ટરવ્યૂમાં તેનાં ઇન્ટીરિયર ડિઝાઇનિંગ કરિઅર અંગે વાત કરી હતી. અને કહ્યું કે, તે ક્યારેય બોલિવૂડમાં આવવાં નથી ઇચ્છતી. તેણે ક્યારેય એક્ટ્રેસ બનવાનું સપનું નથી જોયું.(photo credit: instagram/@suzkr)


તે હમેશાંથી જ એક ઇન્ટીરિયર ડિઝાઇનર બનવાં ઇચ્છતી હતી, તે જ્યારે 5 વર્ષની હતી ત્યારે જ તેણે નક્કી કરી લીધુ હતુ કે તે ભવિષ્યમાં શું કરવાં માંગે છે. એક્ટ્રેસનાં જણાવ્યાં મુજબ, તેની મા પણ ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં ઘણો રસ ધરાવે છે. (photo credit: instagram/@suzkr)


ઉલ્લેખનીય છે કે, સુઝૈન ખાન 6 વર્ષ પહેલાં જ રિતિક રોશનથી છૂટાછેડા લઇ અલગ થઇ ગઇ ઙતી. અને હવે તે તેનાં દીકરાઓની સાથે આ ઘરમાં રહે છે. પણ કોરોના વાયરસ બાદ દેશમાં લાગેલાં લોકડાઉનમાં રિતિક અને સુઝૈને સાથે રહેવાનો નિર્ણય કર્યો. જેથી તેમનાં બાળકોને માતા પિતા બંનેનો પ્રેમ મળી રહે. (photo credit: instagram/@suzkr)