કારગીલમાં શૂટિંગ સમયે રાહુલ રોયને આવ્યો બ્રેન સ્ટ્રોક, મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ
ડોક્ટર્સ મુજબ ઓપરેશન બાદ રાહુલ રોય સાજા થઇ શકે છે પણ તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે. આપને જણાવી દઇએ કે, એક્ટર 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'થી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતું.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 90નાં દાયકાનાં પ્રખ્યાત એક્ટર રાહુલ રોયને બ્રેન સ્ટ્રોક આવ્યો છે. હાલમાં તે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તે તેની અપકમિંગ ફિલ્મ LAC: લાઇવ ધ બેટલનાં શૂટિંગ માટે કારગિલમાં હતો. ત્યાં -15 ડિગ્રી તાપમાનમાં તેઓ કામ કરી રહ્યાં હતાં.


જાણકારી મુજબ, રાહુલ રોયની તબિયત ખરાબ થવાનું કારણ ત્યાનું વેધર કન્ડિશન છે. જેને કારણે તેને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ડોક્ટર્સનું કહેવું છે કે, રાહુલનાં મગજનાં જમણાં ભાગમાં લોહીની ગાંઠ જામી ગઇ છે. ડોક્ટ્રસ જલદી જ ઓપરેશ કરશે. જે પ્રકારનો સ્ટ્રોક તેન આવ્યો છે તેનાંથી તેની બોલવાની અને લખવાની ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે. સોર્સિસની માનીયે તો, ફિલ્મનાં સેટ પર તેઓ ડાઇલોગ બોલી શકતા ન હતાં અને તેમનાં મોમાંથી શબ્દો જ નહોતા નીકળી રહ્યાં. સાંજ થતા તેમની તબિયત ખરાબ થવા લાગી હતી તેમને આર્મી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં જ્યાં આવતા જ માલૂમ થયું કે તેને બ્રેન સ્ટ્રોક થયો છે.


ડોક્ટર્સ મુજબ ઓપરેશન બાદ રાહુલ રોય સાજા થઇ શકે છે પણ તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે. આપને જણાવી દઇએ કે, એક્ટર 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'થી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતું. આ ફિલ્મની રિલીઝ સાથે જ તે રાતોરાત સ્ટાર બની ગયો હતો.


આશિકી હિટ થતા રાહુલ રોય પાસે ફિલ્મોની લાઇન લાગી ગઇ હતી. તેણે 47 ફિલ્મો સાઇન કરી હતી. જેમાંથી 19 લોકોનાં તેણે પૈસા પરત કર્યા હતાં. એક સમય હતો જ્યારે તેની 23 ફિલ્મો ફ્લોર પર હતી. અને દિવસમાં ત્રણ ફિલ્મોનું શૂટિંગ તે કરતો હતો.


આવું આશરે છ મહિના સુધી ચાલ્યું પણ રાહુલની આશિકી બાદ એક પણ ફિલ્મ હિટ નહોતી થઇ. રાહુલ રોય તેની હેર સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સને કારણે પ્રખ્યાત હતો. આશિકી બાદ હજારો યુવાનોએ તેનાં જેવી હેરસ્ટાઇલ રાખવાનું શરૂ કરી દીધુ હતું.