

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રીનથી બિગ સ્ક્રીન સુધી કામ કરીને પોતાની ઓળખ બનાવનારી એક્ટ્રેસ સના ખાન (Sana Khan) હાલમાં તેની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. બોલિવૂડને અલવિદા કહીને લગ્ન કરનારી આ હસિના હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. સનાએ ગત 21 નવેમ્બરનાં સુરતનાં મોલાના મુફ્તી અનસ (Mufti Anas) સાથે નિકાહ કરી લીધા હતાં. જે બાદથી તે તેમનાં લગ્નની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. (PHOTO: Instagram @sanakhaan21)


લગ્ન બાદથી જ સના તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની અને પતિની તસવીરો શેર કરતી રહે છે. (PHOTO: Instagram @sanakhaan21)


સનાએ શનિવારે ફરી તેની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે ગ્રીન કલરનાં ડ્રેસમાં નજર આવી રહી છે. (PHOTO: Instagram @sanakhaan21)


આ તસવીરોમાં સનાની સુંદરતા જોઇને સૌ કોઇ જોતા રહી જાય તેમ છે. ફેન્સની નજર તેની સુંદર તસવીરોથી હટી નથી રહી. (PHOTO: Instagram @sanakhaan21)


આ તસવીરોમાં સના ખાન (Sana Khan)નાં ચાહનારાઓ ઘણી પસંદ કરી રહ્યાં છે. હાલમાં આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર ચાર લાખથી વધુ લોકો લાઇક કરી ચુક્યા છે અને આ ફોટોઝ પર કમેન્ટ પણ કરી રહ્યાં છે. (PHOTO: Instagram @sanakhaan21)