

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર (Shama Sikander) હાલમાં સતત ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેની આ બોલ્ડ તસવીરોથી શમા સતત ચર્ચામાં છે. ગત થોડા દિવસોથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી કેટલીક તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. (PHOTO: Instagram @shamasikander)


આપને જણાવી દઇએ કે, હાલમાં તે દુબઇમાં રહે છે અને તેની તસવીરો અવાર નવાર શેર કરે છે. એટલું જ નહીં તેનાં ચાહનારાઓને તેની આ તસવીરો ખુબજ પસંદ આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શમાની આ તસવીરો પર લોકો સતત કમેન્ટ્સ કરી તેની સુંદરતાનાં વખાણ કરી રહ્યાં છે. (PHOTO: Instagram @shamasikander)


ઇન્સ્ટાગ્રામ દ્વારા શમા હમેશાં તેનાં ફેન્સ સાથે જોડાયેલી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર શમાનાં 20 લાખથી વધુ ફોલોઅર્સ છે. (PHOTO: Instagram @shamasikander)


શમા તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ઘણી એક્ટિવ રહે છે. અને તે અવાર નવાર તેની તસવીરો અહીં શેર કરતી રહે છે. (PHOTO: Instagram @shamasikander)


શમા બિકિનીમાં તેની તસવીરો શેર કરતી રહે છે. તેનાં આ હોટ અંદાજની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ હમેશાં થતી રહે છે. (PHOTO: Instagram @shamasikander)


આપને જણાવી દઇએ કે, શમા સૌથી પહેલાં 1998માં રિલીઝ થયેલી ફિલ્મ પ્રેમ અગનમાં નજર આવી હતી. જે બાદ તે આમિર ખાનની ફિલ્મ મનમાં પણ નજર આવી હતી. છેલ્લે તે વર્ષ 2019માં આવેલી ફિલ્મ બાયપાસમાં નજર આવી હતી. (PHOTO: Instagram @shamasikander)


શમા સિકંદરે ઘણાં ડાન્સ રિયાલિટી શોઝ, વેબ સીરિઝ અને મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે. અને ઘણાં એવોર્ડ્સ પણ જીત્યા છે. (PHOTO: Instagram @shamasikander)