B'day: સ્ટાર કિડ હોવા છતાં ટાઇગરે જોઇ છે ગરીબી, એક સમયે જમીન પર સુઇ વિતાવી છે રાતો
બોલિવૂડનાં એક્શન અને ડાન્સિંગ સુપરસ્ટાર ટાઇગર શ્રોફ (Tiger Shroff) આજે 31 વર્ષનો થઇ ગયો છે. સ્ટાર કિડ (Star Kid) હોવા છતા ટાઇગરે બાળપણમાં પૈસાની તંગી જોઇ છે. આ કારણે જમીન પર સુવું પડતું હતું.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આજે ટાઇગર શ્રોફનો જન્મ દિવસ છે. ટાઇગર શ્રોફે ખૂબ મહેનત કરીને પોતાની કારકિર્દીમાં સફળતા મેળવી છે. ત બૉલીવુડ સ્ટાર જેકી શ્રોફ અને આએશા શ્રોફનો પુત્ર છે. તેણે સાજીદ નડિયાદવાલાની ફિલ્મ હિરોપંતીથી પોતાના કરિયરની શરૂઆત કરી.


ટાઈગરે GQ મેગેઝીન સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વર્ષ 2003માં આએશાએ બૂમ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. જે કેટરીના કૈફની પ્રથમ ફિલ્મ હતી. જોકે, આ ફિલ્મ પહેલાં જ લીક થઇ ગઈ હતી, જે બાદ આ ફિલ્મ બોક્સઓફિસમાં ઊંધા માથે પટકાઈ હતી. જેના કારણે આએશા અને જેકીને બાંદ્રાવાળા ઘરને વેચવું પડ્યું હતું અને ખાર શિફ્ટ થયા હતા. આ દરમિયાન ટાઇગર 11 વર્ષનો જ હતો.


ટાઈગરે કહ્યું કે, મને યાદ છે કે એક બાદ એક ઘરનું બધું ફર્નિચર વેચવું પડ્યું હતું. જેમાં મારી મમ્મીના પેન્ટીંગ્સનો પણ સમાવેશ થાય છે. આ બધું જોઈને મને ખૂબ દુઃખ થયું હતું. થોડા સમય બાદ મારો બેડ પણ વેચી દેવો પડ્યો હતો અને મારે જમીન પાર સુઈ રહેવું પડ્યું હતું. આ સમય મારા માટે સૌથી ખરાબ હતો.


ઉલ્લેખનીય છે કે, ટાઇગર શ્રોફે 'બાગી'માં શ્રદ્ધા કપૂર સાથે કામ કર્યું હતું. જે હિટ રહી. ત્યાર બાદ ટાઈગરે અ ફ્લાઈંગ જટ, બાગી 3, સ્ટુડન્ટ ઓફ ધ યર અને વોરમાં પણ કામ કર્યું. જેમાંથી વોર તેના કરિયરની સૌથી હિટ ફિલ્મ છે. જેમાં ટાઇગર હ્રિતિક રોશન સાથે દેખાયો હતો.


મહત્વનું છે કે, ટાઇગરના આગામી પ્રોજેક્ટ્સ 'રેમ્બો' અને 'હિરોપંતી 2' છે. ટાઇગર હોલિવૂડની હિન્દી રીમેક રેમ્બોમાં દેખાશે. જ્યારે હિરોપંતીની સિક્વલ હિરોપંતી 2માં લીડ રોલમાં જોવા મળશે.